Jio Diwali Dhamaka Offer: રિલાયન્સ જિયોએ દીવાળી માટે એક આકર્ષક ઓફર રજૂ કરી છે. જેના દ્વારા ગ્રાહકોને એક વર્ષ સુધી મફત જિયો એરફાઈબર કનેક્શન મેળવવાની તક છે. આ પ્રમોશન 18 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર 2024 સુધી ઉપલબ્ધ છે અને તેનો લાભ નવા અને વર્તમાન જિયોફાઈબર અને જિયો એરફાઈબર યૂઝર્સ ઉઠાવી શકે છે. જાણો તેની શરતો વિશે અને કેવી રીતે લાભ મેળવવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા ગ્રાહકો માટે શરતો
કોઈ પણ રિલાયન્સ ડિજિટલ કે માય જિયો સ્ટોરથી 20,000 રૂપિયા કે તેનાથી વધુનો સામાન ખરીદો. આ મર્યાદા તમને થોડી વધુ લાગી શકે પરંતુ જો તમે પહેલેથી જ કોઈ મોટી ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદીનું પ્લાન કરતા હોવ તો તે ફાયદાકારક રહી શકે છે. 


જૂના ગ્રાહકો માટે
2,222 રૂપિયાનો એક ખાસ દીવાળી  પ્લાન રિચાર્જ કરો. આ પ્લાનની સાથે તમને 1 વર્ષ માટે મફત જિયો એરફાઈબર સર્વિસ મળશે. યોગ્ય ગ્રાહકોને 12 કૂપન મળશે, જેમાંથી પ્રત્યેક તેમના એક્ટિવ જિયો એરફાઈબર પ્લાનના મૂલ્ય બરાબર હશે. આ કૂપનોને રિલાયન્સ ડિજિટલ, માય જિયો, જિયોપોઈન્ટ કે જિયોમાર્ટ ડિજિટલ એક્સક્લુઝિવ સ્ટોર પર રિડિમ કરી શકાશે. દરેક કૂપનનો ઉપયોગ કરવા માટે તમારે તેને મેળવ્યાના 30 દિવસની અંદર 15,000 રૂપિયા કે તેનાથી વધુની ઈલેક્ટ્રોનિક આઈટમની ખરીદી કરવાની રહેશે. 


ક્યાં સુધી છે ઓફર
આ ઓફર 18 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર સુધી છે. મળનારી કૂપન્સ નવેમ્બરથી ઓક્ટોબર 2025 સુધી વેલિડ રહેશે.