Reliance Jio ની દિવાળી ધમાકા ઓફર, આ બે રિચાર્જ પર મળી રહી છે હજારો રૂપિયાની ગિફ્ટ
Jio એ પોતાના કરોડો યુઝર્સ માટે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરી છે. યુઝર્સને બે રિચાર્જ પ્લાનની સાથે હજારો રૂપિયાની ગિફ્ટ આપવામાં આવી રહી છે.
Reliance Jio એ પોતાના કરોડો યુઝર્સ માટે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરી છે. ફેસ્ટિવ સીઝન દરમિયાન જિયો યુઝર્સને કંપનીના બે રિચાર્જ પ્લાનની સાથે હજારો રૂપિયાનું ગિફ્ટ વાઉચર મળશે. યુઝર્સ આ વાઉચરનો ઉપયોગ ટ્રાવેલ પોર્ટલ, ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ અને ઓનલાઈન વેબસાઇટ પર કરી શકશે. પહેલા પણ કંપનીએ ફેસ્ટિવ સીઝન દરમિયાન યુઝર્સને એક વર્ષ સુધી JioAirFiber નું ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કર્યું હતું.
આ બે પ્લાનની સાથે ઓફર
રિલાયન્સ જિયોએ પોતાની ધમાકા ઓફરમાં યુઝર્સને બે પ્રીપેડ પ્લાન 899 રૂપિયા અને 3599 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર આ ઓફર આપવામાં આવશે. તેમાં એક પ્રીપેડ પ્લાન ત્રણ મહિનાનો છે, જ્યારે બીજો એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. જિયોના 899 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ડેલી 2જીબી ડેટાનો લાભ મળે છે. આ સિવાય યુઝર્સને 20GB એક્સ્ટ્રા ડેટા પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. આ રીતે યુઝર્સને કુલ 200જીબી ડેટાનો લાભ મળશે.
આ પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલિંગ, ડેલી 100 ફ્રી મેસેજ, ફ્રી નેશનલ રોમિંગ અને અનલિમિટેડ 5જી બેનિફિટ સાથે આવે છે. તો 3599 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને ડેલી 2.5GB ડેટાનો લાભ મળે છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ, ડેલી 100 ફ્રી એસએમએસ, નેશનલ રોમિંગ જેવા બેનિફિટ્સ મળશે.
આ પણ વાંચોઃ છેલ્લા 6 મહિનામાં આ 4 કારોએ ભારતીય બજારમાં મચાવી ધૂમ, 6.13 લાખની દેશી SUV રહી નંબર-1
જિયોની દિવાળી ધમાકા ઓફર
જિયો આ બંને પ્લાનથી નંબર પર રિચાર્જ કરાવવા પર યુઝર્સને 3350 રૂપિયા સુધીનો બેનિફિટ ઓફર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સને 3000 રૂપિયાનું ઈઝી માઈ ટ્રિપનું વાઉચર મળશે, જેનો ઉપયોગ ટ્રાવેલિંગ માટે કરી શકાશે. તો 200 રૂપિયાનું AJIO વાઉચર મળશે, જેને 999 રૂપિયાની ખરીદી પર ઉપયોગ કરી શકાશે. તો ઓનલાઈન ફૂડ ડિલીવરી માટે 150 રૂપિયાનું વાઉચર મળશે. જિયોની આ ઓફર 5 નવેમ્બર 2024 સુધી વેલિડ છે.
આ ઓફર માટે યુઝર્સે MyJio એપ પર જવું પડશે અને ઓફર સેક્શનની પસંદગી કરવી પડશે. ત્યારબાદ My Winnings માં યુઝર્સને કૂપન જોવા મળશે. મહત્વનું છે કે મોબાઈલ નંબર પર રિચાર્જ કરાવ્યા બાદ યુઝર્સને બધા વાઉચર માઈ જિયો એપમાં જોવા મળશે.