નવી દિલ્હીઃ Reliance JioFiber યૂઝરો માટે એક મોટી ખુશખબર છે. કંપની લૉકડાઉન પીરિયડમાં પોતાના બ્રોડબેન્ડ પ્લાન પર ડબલ ડેટા બેનિફિટ આપી રહી છે. તેવામાં રિલાયન્સ જીયો ફાઇબરનો ધાંસૂ પ્લાન 199 રૂપિયા વાળો બની ગયો છે. ઓફર હેઠળ 199 રૂપિયા વાળા આ પ્લાનમાં કંપની કુલ 1000GB એટલે કે 1TB ડેટા આપી રહી છે. તો આવો ડીટેલમાં જાણીએ આ પ્લાન અને ઓફર વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાનમાં મળનારા ફાયદા
રિલાયન્સ જીયોના 199 રૂપિયા વાળું પેક એક કોમ્બો પ્લાન છે. 7 દિવસની વેલિડિટીની સાથે આવનારા આ પ્લાનમાં 100Mbpsની સ્પીડની સાથે 1000જીબી સુધી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ પ્લાનમાં મળનારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 1Mbps થઈ જશે. પ્લાનની વધુ એક ખાસ વાત છે કે તેમાં જીયો ફાયબરના લેન્ડલાઇન સર્વિસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. 


બ્રોડબેન્ડ પ્લાનથી સારો છે કોમ્બો પ્લાન
199 રૂપિયા વાળા કોમ્બો પ્લાનને યૂઝર પોતાના જીયો ફાઇબરના એક્ટિવ પ્લાનની સાથે ટોપ-અપ કરાવી શકે છે. હાલના જીયો ફાયરબ યૂઝર એક અલગ પ્લાનની જેમ પણ પસંદ કરી શકે છે. જો કોઈ યૂઝર આ કોમ્બો પ્લાનને એક મહિના માટે પસંદ કરે છે તો તેને કુલ 4.5TB ડેટા બેનિફિટ મળશે. જીએસટી લગાવ્યા બાદ 199 રૂપિયા વાળા કોમ્બો પ્લાનની કિંમત 234.82 રૂપિયા થઈ જાય છે. એક તરફ જોવામાં આવે તો આ કોમ્બો પ્લાન જીયો ફાઇબરના 699 રૂપિયા વાળા બ્રોડબેન્ડ પ્લાનથી પણ સારો છે કારણ કે તેમાં તમને 100Mbpની સ્પીડથી માત્ર 200 જીબી ડેટા મળે છે. 


રિલાયન્સ જીયોએ વધારી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી
જીયો ફાઇબરનો પ્રયત્ન છે કે તે જલદીમાં જલદી વધુ યૂઝરોને પોતાના નેટવર્કની સાથે જોડે. તે માટે કંપની દિલ્હી-એનસીઆરમાં પોતાની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી વદારી રહી છે જેથી લૉકડાઉન દરમિયાન યૂઝરોની વધેલી ડેટાની માગને પૂરી કરી શકાય. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર