નવી દિલ્હીઃ Relinace Jio ka khas recharge Plan: રિલાયન્સ દેશની નંબર એક ટેલીકોમ કંપની છે. દેશમાં સૌથી વધુ ગ્રાહકો જિયોની પાસે છે. કંપની પોતાના યૂઝર્સનું ખાસ ધ્યાન રાખે છે. જિયો હંમેશા પોતાના ગ્રાહકો માટે નવી નવી ઓફર્સ અને રિચાર્જ પ્લાન લઈને આવતું રહે છે. કંપનીની પાસે સસ્તાં રિચાર્જ પ્લાનથી લઈને મોંઘા પ્લાન અને વિવિધ ડેટાપેક ઉપલબ્ધ છે. જિયોના રિચાર્જ પ્લાન પોર્ટફોલિયોમાં એક એવો પણ પ્લાન હાજર છે, જેમાં તમે એક દિવસમાં 25જીબી ડેટા ઉપયોગ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોએ પોતાના રિચાર્જ પ્લાનનું લિસ્ટ યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે ડિવાઇડ કરી રાખ્યું છે. તમને કંપની પાસે દરેક પ્રકારના રિચાર્જ પ્લાન મળી જશે. પરંતુ આજે અમે જિયોના એક એવા પ્લાનની વાત કરી રહ્યાં છીએ જેમાં કોઈ પ્રકારનું બંધન નથી. તમે આ પ્લાનનો ડેટા ઈચ્છો તો એક દિવસમાં પૂરો કરી શકો છો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો જિયોના આ પ્લાન ડેલી ડેટાની કોઈ લિમિટ નથી. 


આ પણ વાંચોઃ બીજા નંબર પર ભૂલથી થઈ ગયું છે રિચાર્જ, આ રીતે પૈસા મળશે રિફંડ


જિયોનો આ ખાસ પ્લાન 296 રૂપિયાનો આવે છે. જિયોના આ પ્લાનને જિયો ફ્રીડમ પ્લાન કહેવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી તમને 30 દિવસની મળે છે. જો તમે એક દિવસમાં વધુ ડેટા ઉપયોગ કરો છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને 30 દિવસ માટે ગમે તે નેટવર્કમાં ફ્રી કોલિંગની સુવિધા મળે છે. 


જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન
જિયોના આ ફ્રીડમ પ્લાનની બીજી ઓફર્સની વાત કરીએ તો તેમાં તમને દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને 25જીબી ડેટા મળે છે. ડેટા કોઈ લિમિટ વગર આવે છે. આ સાથે અન્ય પ્લાનની જેમ જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મલે છે. જિયોના આ પ્લાનમાં 5જી ડેટા પણ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube