Jio Data Plans: આજના સમયમાં ઇન્ટરનેટ વગર એક મિનિટ પણ જીવવું અસંભવ લાગે છે. ઓફસનું કામ હોય, કે ઓનલાઈન અભ્યાસ અથવા શોપિંગ કરવી હોય તમામ વસ્તુઓ માટે ડેટાની જરૂરિયાત રહે છે. આમ તો ટેલિકોમ કંપનીઓ ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. જે દરરોજ 1 GB, 1.5 GB અને 2 GB સુધી ડેટા સાથે આવે છે. પરંતુ ઇન્ટરનેટની વધતી જરૂરિયાતના કારણે ડેલી ડેટા પૂરો થવામાં વાર નથી લાગતી. ઘણી વખત તમે અરજન્ટ કામ કરી રહ્યા હોઈએ અને તમારો ડેટા પૂરો થઈ જાય. એવામાં મોટી મુશ્કેલી ઉભી થઈ જાય છે અંતે જરૂરી કામ પૂરુ કેવી રીતે કરવામાં આવે. આજે અમે તમને જિયોના સામાન્ય કિંમતના ડેટા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ. જેમાં ડેટા પૂરો થયા બાદ રિચાર્જ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 4G ડેટા વાઉચર
રિલાયન્સ જિયો પાસે હાલ કુલ ચાર ડેટા વાઉચર છે. ધ્યાન આપો કે 4G ડેટા વાઉચર ડેટા એન્ડ-ઓન પ્લાનથી અલગ છે. જ્યારે પણ તમારો નોર્મલ પ્રીપેડ પ્લાન પૂરો થઈ જાય છે, ડેટા વાઉચર પણ પૂરો થઈ જાય છે. આવો એક નજર કરીએ વાઉચર્સ પર...


Jio Rs 15 Voucher: રિલાયન્સ જિયોનું 15 રૂપિયાનું 4G ડેટા વાઉચર હાલ બજારમાં ઉપલબ્ધ સૌથી ફાયદાકારક 4G ડેટા વાઉચર છે. આ ડેટા વાઉચરમાં યુઝર્સને 1GB ડેટા મળે છે.


Jio Rs 25 Voucher: જિયોનું 25 રૂપિયાનું 4G ડેટા વાઉચર 2 GB ડેટા સાથે આવે છે. અહીં તમને 2GB ડેટા ઓફર કરે છે.


Jio Rs 61 Voucher: 61 રૂપિયાના વાઉચર સાથે જિયો 6GB ડેટા ઓફર કરે છે.


Jio Rs 121 Voucher: આ રિલાયન્સ જિયોનું સૌથી મોંઘુ 4G ડેટા વાઉચર છે. આ પ્લાનની સાથે યુઝર્સને 12GB હાઇ-સ્પીડ ડેટા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube