જિયોના આ બે પ્લાન્સમાં મળે છે પૈસા વસૂલ ઓફર, 365 દિવસ સુધી ચિંતા કર્યા વગર વાપરો અનલિમિટેડ ડેટા
એનુઅલ પ્લાન્સમાં ઘણા ફાયદા મળે છે. તેમાં ડેટા પણ વધારે મળે છે અને વારંવાર રિચાર્જની ચિંતા પણ રહેતી નથી. જિયોની પાસે આવા પ્લાન્સ હાજર છે જેમાં એક વર્ષ માટે તમને 2.5 જીબી ડેલી ડેટા મળે છે.
Reliance Jio prepaid plan: મોટાભાગના યૂઝર્સ પોતાના નંબર પર મંથલી રિચાર્જ પ્લાન લેતા હોય છે. મંથલી રિચાર્જ પ્લાનમાં એક સૌથી મોટી સમસ્યા છે કે તમારે સમયાંતરે રિચાર્જ રરાવવું પડે છે અને જો તમે બેસિક પ્લાન પસંદ કરો છો તો તમને ડેટા પણ ઓછો મળે છે. તેવામાં યૂઝર્સ હવે વાર્ષિક પ્લાન તરફ વળી રહ્યાં છે. જો તમે પણ જિયોના યૂઝર્સ છો તો જિયોની પાસે બે વાર્ષિક પ્લાન છે. જેમાં તમે એક વર્ષ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા માણી શકો છો.
જિયો યૂઝર્સની પાસે રિચાર્જ પ્લાન્સના અનેક વિકલ્પ હાજર છે. તમે તમારી સુવિધા અનુસાર પ્લાન પસંદ કરી શકો છો. વાર્ષિક પ્લાનમાં વધુ ફાયદા મળે છે. તેમાં ડેટા વધારે મળે છે અને વારંવાર રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. જિયોની પાસે આવા બે પ્લાન છે, જેમાં એક વર્ષ સુધી તમને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. આ સાથે પ્લાન્સમાં કંપની 75 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે.
Jio નો 2999 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન
જિયોના 2999 વાળા વાર્ષિક પ્લાનમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં કંપની 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. આ પ્લાનમાં તમને 365 દિવસ સુધી દરરોજ 2.5GB ડેટા મળે છે. આ પ્લાનની ખાસ વાત છે કે તમને 75 જીબી એક્સ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યાં છે. જો તમારા ક્ષેત્રમાં 5G નેટવર્કનું સપોર્ટ છે તો આ પ્લાનમાં 5GB સુધી ફ્રી 5જી ડેટાનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચોઃ WhatsApp પર ચાલી રહ્યું છે નવું કૌભાંડ! પરિવાર અને મિત્રોના નામે થાય છે છેતરપિંડી
આ વાર્ષિક પ્લાનની બીજી ઓવરની વાત કરીએ તો તેમાં તમને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. આ સાથે તમને જિયો એપ્સ જેમ કે જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
Jio નો 2879 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન
જિયો યૂઝર 2879 રૂપિયાના વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવી એક વર્ષ સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને 365 દિવસ સુધી દરરોજ 2જીબી ડેટા મળે છે. આ રીતે યૂઝર્સ એક વર્ષમાં 730GB ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. તેમાં તમને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં પણ યૂઝર્સને દરેક જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube