નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) ના સસ્તા મોબાઇલ ડેટાના લીધે દેશમાં ઇન્ટરનેટ યૂજર્સની સંખ્યા ઝડપથી વધી છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટના અનુસાર ઇન્ટરનેટના દુનિયાભરમાં કૂલ યૂજર્સમાં ભારતની 12 ટકા ભાગીદારી છે. તેનાથી ભારત ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની બીજી સૌથી વસ્તીવાળો દેશ બની ગયો છે. મૈરી મીકરની ઇન્ટરનેટ પ્રવૃત્તિ પર આવેલા 2019ના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાભરમાં 3.8 અરબ ઇન્ટરનેટ યૂજર્સ
રિપોર્ટમાં જિયોને અમેરિકાની બહારની સૌથી ઇનોવેટિવ કંપનીઓમાંથી એક નિવેદન જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટના અનુસાર દુનિયાભરમાં લગભગ 3.8 અરબ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ દુનિયાની કુલ વસ્તીની અડધાથી વધુ છે. તેમાં 21 ટકા ઇન્ટરનેટ યૂજર્સ સાથે ચીન ટોપ પર છે. અમેરિકામાં દુનિયાભરના ઇન્ટરનેટ યૂજર્સના ફક્ત 8 ટકા છે. 


જિયોના 30.7 કરોડ મોબાઇલ ફોન યૂજર્સ
દુનિયાભરમાં ઇન્ટરનેટ યૂજર્સની વૃદ્ધિ દર મજબૂતી બની છે. વર્ષ 2018માં છ ટકા રહ્યો. જોકે આ 2017ના 7 ટકાના મુકાબલે ઓછો છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોના 30.7 કરોડ મોબાઇલ ફોન યૂજર્સ છે. તેમાં જિયોના પ્રમુખ મુકેશ અંબાણીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે તે એક હાઇબ્રિડ ઓનલાઇનથી ઓફલાઇન વાણિજ્ય મંચ તૈયાર કરી રહ્યા છે. તેમાં રિલાયન્સ રિટેલના માર્કેટપ્લેસને જિયોના ડિજિટલ માળખા સાથે જોડી રહ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે 5 સપ્ટેમ્બર 2016ના રોજ જિયોના સસ્તા ઇન્ટરનેટ પ્લાન સાથે ભારતીય બજારમાં કારોબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ દેશમાં ઇન્ટરનેટ યૂજર્સની સંખ્યા વધી છે અને કોમ્પીટિશનના લીધે પોતાના ઇન્ટરનેટ પ્લાન સસ્તા કર્યા છે. 


કયા દેશમાં કેટલા ટકા ઇન્ટરનેટ યૂજર
- 21 ટકા----ચીન
- 12 ટકા----ભારત
- 08 ટકા----યૂએસ