જિયોના ગ્રાહકોને જલસા, કંપનીએ લોન્ચ કર્યા 19 અને 29 રૂપિયાના બે સસ્તા ડેટા પ્લાન
જિયોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે બે સસ્તા ડેટા પેક લોન્ચ કર્યાં છે. જો તમે પણ ડેટાનો વધુ ઉપયોગ કરો છો કે પછી ઈમરજન્સીમાં ક્યારેક ડેટાની જરૂર પડે છે તો તમે આ પેકનો લાભ ઉઠાવી શકો છે. આ પેકમાં તમને 2.5 જીબી સુધી ડેટા મળે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોની જરૂરીયાતનું હંમેશા ધ્યાન રાખે છે. તેથી કંપની પોતાના યૂઝર્સ માટે નવા નવા બેનિફિટ્સની સાથે રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહે છે. તાજેતરમાં કંપનીએ ગ્રાહકો માટે 123 રૂપિયામાં 28 દિવસવાળો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો હતો. હવે કંપનીએ યૂઝર્સને વધુ એક સારા સમાચાર આપ્યા છે. રિલાયન્સ જિયોએ વધુ ડેટા (Reliance Jio Data)ઉપયોગ કરતા પ્રીપેડ યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન લોન્ચ કર્યાં છે. જિયો તરફથી 19 રૂપિયા અને 29 રૂપિયાના બે પ્રીપેડ પ્લાન (Jio New Prepaid data Plans)રજૂ કરવામાં આવ્યા છે.
જો તમે પણ જિયો ગ્રાહક છો અને વધુ ડેટાનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આ પેકનો લાભ લઈ શકો છે. આ એક્સ્ટ્રા ડેટા માટે તમારે ઓછો ખર્ચ કરવો પડશે. જિયોએ એક્સ્ટ્રા ડેટા માટે બે સસ્તા ડેટા પેક લોન્ચ કર્યાં છે. જો તમારી પણ ડેલી લિમિટ ખતમ થઈ જાય છે તો તમે પણ 19 અને 29 રૂપિયાના પ્રીપેડ ડેટા પેકનો લાભ ઉઠાવી શકો છો.
રિલાયન્સ જિયોએ એવા યૂઝર્સને ધ્યાનમાં રાખતા પ્લાન લોન્ચ કર્યો છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે અને તેવા યૂઝર્સ જે માત્ર વોયસ કોલિંગ પેક કરાવે છે પરંતુ તેને ઈમરજન્સીમાં ડેટા પેકની જરૂર હોય તો તે ઓછા ભાવમાં ઈન્ટરનેટની જરૂરીયાત પૂરી કરી શકે છે.
આ પણ વાંચોઃ આ રીતે વધારો કારની એવરેજ, સાવ સસ્તામાં દિવસ રાત ગાડી લઈને ફરવાની પડી જશે મોજ
Jio ના 19 રૂપિયાવાળા ડેટા પેકના બેનિફિટ્સ
જિયોના 19 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી યૂઝર્સને વર્તમાન પ્રીપેડ પ્લાન સુધી રહેશે. નોંધનીય છે કે જિયોની પાસે તેનાથી ઓછા ખર્ચમાં પણ ડેટા પેક હાજર છે. તમે 15 રૂપિયામાં પણ ડેટા પેક કરાવી શકો છો, જેમાં તમને 1જીબી ડેટા મળશે. તેવામાં માત્ર 4 રૂપિયા વધારાના આપી તમે 1.5 જીબી ડેટા મેળવી શકો છો.
Reliance Jio ના 29 રૂપિયાના પેકના બેનિફિટ્સ
રિલાયન્સ જિયોએ 29 રૂપિયાની કિંમતમાં ડેટા પેક લોન્ચ કર્યું છે. તેમાં ગ્રાહકોને 2.5 જીબી ડેટા મળે છે. આ ડેટા પેકની વેલિડિટી યૂઝર્સના નોર્મલ પ્રીપેડ પ્લાન બરાબર રહેશે. જિયોના પોર્ટફોલિયોમાં 25 રૂપિયાનું ડેટા પેક પણ હાજર છે, જેમાં યૂઝર્સને 2જીબી ડેટા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube