Reliance Jio Rs 198 Plan : પહેલાં પ્લાન કર્યા મોંઘા પણ ઝટકો લાગતાં જ જિયોએ ફરી પ્લાન સસ્તા કરવાના શરૂ કરી દીધા છે. 200 રૂપિયાથી ઓછી કિંમતનો જિયોનો નવો પ્લાન આવી ગયો છે. 198 રૂપિયાના પ્લાન સિવાય યુઝર્સ 199 રૂપિયાના પ્લાનને પણ રિચાર્જ કરી શકે છે. આ પ્લાનની વેલિડિટી થોડી વધારે છે. ચાલો જોઈએ તેમાં કયા કયા લાભ મળે છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jioએ ચૂપચાપ એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 198 રૂપિયા છે. આમાં ઉપલબ્ધ સેવાની વેલિડીટી ઘણી ઓછી છે, પરંતુ તેમાં ઘણો ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન એવા લોકો માટે સારો છે જેમને થોડા સમય માટે ઘણા બધા ડેટાની જરૂર હોય છે. આ પ્લાનથી Jioની સરેરાશ કમાણી વધી શકે છે. તમને ડેટા પ્લાન તો વધારે મળશે પણ વેલિડિટ ઘટાડી દેવાઈ છે. 


જો કે, આ Jioનો સૌથી સસ્તો પ્લાન નથી (સૌથી સસ્તો પ્લાન રૂ. 189 છે). 198 રૂપિયાના પ્લાન સિવાય યુઝર્સ 199 રૂપિયાના પ્લાનને પણ રિચાર્જ કરી શકે છે. આ પ્લાનની વેલિડિટી થોડી વધારે છે. 


વૈજ્ઞાનિકોની ચેતવણી! દુનિયાને તબાહ કરતો મોટો ટાઈમ બોમ્બ આર્કટિકમાં એક્ટિવ થઈ ગયો


રિલાયન્સ જિયો 198 રૂપિયાનો પ્લાન
Jioના 198 રૂપિયાના પ્લાનમાં તમને 14 દિવસ માટે સર્વિસ મળશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફોન કોલ્સ, દરરોજ 100 SMS અને દરરોજ 2 GB ડેટા મળશે. આ સાથે તમને Jio TV, Jio Cinema અને Jio Cloudના ફાયદા પણ મળશે.


199 રૂપિયાના પ્લાનમાં 18 દિવસની વેલિડિટી
આ પ્લાન હવે દેશભરમાં ઉપલબ્ધ છે. જ્યારે 199 રૂપિયાના પ્લાનમાં તમને 18 દિવસ સુધી સર્વિસ મળશે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5 GB ડેટા, અમર્યાદિત ફોન કોલ્સ અને દરરોજ 100 SMS મળશે. આ પ્લાન સાથે Jio TV, Jio Cinema અને જિયો ક્લાઉડ પણ મફતમાં ઉપલબ્ધ થશે.


Jioનો 200 રૂપિયાથી ઓછાનો બીજો પ્લાન 189 રૂપિયાનો છે. આ Jioનો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં તમને 2 જીબી ડેટા, અનલિમિટેડ ફોન કોલ્સ અને 300 SMS મળશે. આ પ્લાન 28 દિવસ માટે ચાલે છે. આમાં Jioની એપ્સ પણ ફ્રીમાં ઉપલબ્ધ હશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5Gનો લાભ પણ મળશે. મતલબ કે આ દેશનો સૌથી સસ્તો પ્લાન છે જેમાં અનલિમિટેડ 5G પણ ઉપલબ્ધ છે.


સ્વરૂપવાન જ્યોતિષીની ભવિષ્યવાણી, આ જ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ!