જિયો યૂઝર્સ માટે ખુશખબર, આ પ્રીપેડ ઓફરમાં મળશે 84 દિવસ અનલિમિટેડ ડેટા અને નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન
Reliance Jio-Netflix Prepaid Plan : રિલાયન્સ જિયોએ શુક્રવારે બંડલ નેટફ્લિક્સ સબ્સક્રિપ્શનની સાથે જિયો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસ સુધી અનલિમિટેડ ડેટા, કોલિંગ અને સાથે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન મળશે.
નવી દિલ્હીઃ Reliance Jio-Netflix Prepaid Plan : રિલાયન્સ જિયોએ શુક્રવારે બંડલ નેટફ્લિક્સ સબ્સક્રિપ્શનની સાથે જિયો પ્રીપેડ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે પસંદગીના જિયો પોસ્ટપેડ અને જિયો ફાઇબર પ્લાન પર નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પહેલાથી ઉપલબ્ધ છે, પરંતુ આ પ્રથમવાર છે જ્યારે પ્રીપેડ પ્લાન પર નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન (Netflix Subscription)ઉપલબ્ધ થશે. નેટફ્લિક્સ મોબાઇલ-ઓનલી પ્લાન જિયોના 1099 રૂપિયાવાળા પ્લાન સાથે આવશે, જ્યારે 1499 રૂપિયાવાળા પ્લાનમાં સબ્સક્રાઇબર્સને નેટફ્લિક્સનું બેસિક એક્સેસ મળશે. બંને પ્લાનની વેલિડિટી 84 દિવસ છે.
આ લોન્ચની સાથે, 400 મિલિયનથી વધુ જિયો પ્રીપેડ કસ્ટમર્સને જિયો પ્રીપેડ બંડલ પ્લાન દ્વારા નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળશે. જિયો પ્લેટફોર્મ લિમિટેડના સીઈઓ કિરણ થોમસે કહ્યુ- અમારા પ્રીપેડ પ્લાનની સાથે નેટફ્લિક્સ બંડલને લોન્ચ કરવુ અમારા સંકલ્પને પ્રદર્શિત કરે છે અને એક મજબૂત પગલું છે. નેટફ્લિક્સ જેવા ગ્લોબલ પાર્ટનર્સ સાથે અમારી ભાગીદારી મજબૂત થઈ છે.
આ પણ વાંચોઃ સ્માર્ટફોનના બેક કવરમાં રાખો છો નોટ તો થઈ જાવ સાવધાન, બોમ્બની જેમ ફાટી શકે છે ફોન
નેટફ્લિક્સ ઈન્ડિયાએ વિવિધ શૈલિઓ અને ઇનોવેટિવ ફોર્મેટ્સમાં ફિલ્મો અને સિરીઝનું લિસ્ટ બનાવ્યું છે. હાલના વર્ષોમાં નેટફ્લિક્સે ઘણી લોકલ હિટ સિરીઝ અને ફિલ્મો આવી છે, જેમ દિલ્હી ક્રાઇમ, રાણા નાયડૂ, ક્લાસ, કોહરા, ડાર્લિંગ્સ, આરઆરઆર, ગુંગૂબાઈ કાઠિયાવાડી, મોનિકા ઓ માય ડાર્લિંગ, શહઝાદા સહિત અન્ય. નેટફ્લિક્સ માટે એપીએસી પાર્ટનરશિપના ઉપાધ્યક્ષ ટોની ઝમેક્ઝકોવ્સ્કીએ કહ્યુ- છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઘણા સફળ લોકલ શો, ડોક્યૂમેન્ટ્રી અને ફિલ્મો લોન્ચ કરી છે, જેને ભારતના દર્શકોએ પસંદ કરી છે.
મસ્ટ-વોચ સ્ટોરીઝનું અમારૂ કલેક્શન વધી રહ્યું છે અને જિયોની સાથે અમારી નવી પ્રીપેડ બંડલ પાર્ટનરશિપ વધુ કસ્ટમર્સને ઈન્ડિયન કન્ટેન્ટની આ એક્સાઇટિંગ લાઇન-અપની સાથે-સાથે દુનિયાભરની કેટલીક અવિશ્વસનીય સ્ટોરીજ સુધી એક્સેસ પ્રદાન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube