નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) એ પોતાના ગ્રાહકો માટે હંમેશા નવા-નવા પ્લાન લોન્ચ કરતી રહે છે. હવે રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે પાંચ અલગ-અલગ પ્લાન લોન્ચ કર્યાં છે. આ પ્લાન ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ યૂઝ કરનાર યૂઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ સિવાય જિયોના પ્લાનમાં યૂઝર્સને ડેટા, અનલિમિટેડ કોલિંગ જેવા બેનિફિટ્સ મળશે. આવો આ પ્લાન વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે રિલાયન્સ જિયોનો પ્લાન
રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે પાંચ પ્લાન રજૂ કર્યાં છે. આ પ્લાનમાં ગ્રાહકોને ઓટીટી પ્લેટફોર્મની સુવિધા સાથે જિયો સાવન પ્રોનું સબ્સક્રિપ્શન મળશે. રિલાયન્સ જિયોના આ પ્લાનની કિંમત 268 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય જિયોએ 259 અને 739 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. 


આ પણ વાંચોઃ Instagram: ઈંસ્ટાગ્રામ પર આ ટ્રીક વાપરશો તો ઝડપથી વધશે ફોલોવર્સ, તમે પણ કમાશો લાખો


શું છે જિયોના પ્લાનની ખાસિયત
રિલાયન્સ જિયોના આ પ્લાન્સમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસથી 84 દિવસની છે. આ સિવાય જિયોના ગ્રાહકો માટે 589 રૂપિયા અને 789 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેની વેલિડિટી 56 દિવસ અને 84 ગિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને હાઈસ્પીડ ઈન્ટરનેટનો લાભ મળશે. આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર યૂઝર્સને જિયો સાવન પ્રોનું સબ્સક્રિપ્શન મળશે. 


મળશે જિયો સાવન પ્રોનું સબ્સક્રિપ્શન
તેમાં કોઈ પ્લાનનું રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને જિયો સાવન પ્રોનું સબ્સક્રિપ્શન મળશે. નોંધનીય છે કે જિયો સાવન પ્રોના મંથલી સબ્સક્રિપ્શનની કિંમત 99 રૂપિયા છે. તેમાં તમને એડ ફ્રી મ્યૂઝિક, અનલિમિટેડ ડાઉનલોડ અને અનલિમિટેડ ડિયો ટ્યૂન્સનો બેનિફિટ પણ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube