Jio યૂઝર્સ WhatsApp થી કરી શકશે રિચાર્જ સહિત આ કામ, જાણો પ્રોસેસ
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે માત્ર જીયો કેયર નંબર (7000770007) ને પોતાના ફોનમાં સેવ કરી એક વોટ્સએપ મેસેજ કરવો પડશે.
નવી દિલ્હીઃ Jio પોતાના યૂઝર્સો માટે એકથી એક શાનદાર સર્વિસ લાવે છે. હવે જીયોએ યૂઝર્સને વોટ્સએપ (WhatsApp) ની મદદથી રિચાર્જની સુવિધા આપી છે. ગ્રાહકો માટે રિચાર્જની પ્રક્રિયા હવે સરળ બની ગઈ છે. તો આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે માત્ર જીયો કેયર નંબર (7000770007) ને પોતાના ફોનમાં સેવ કરી વોટ્સએપ પર એક મેસેજ કરવો પડશે. આ સિવાય યૂઝર્સ પોતાના નજીકના વેક્સિનેશન સેન્ટર પર કોવિડ વેક્સિનની ઉપલબ્ધતાની જાણકારી પણ મેળવી શકશે. જીયોએ આ સર્વિસ WhatsApp ચેટબોટ દ્વારા શરૂ કરી છે.
કંપની પ્રમાણે હવે જીયો યૂઝર્સ WhatsApp ની મદદથી બિલની ચુકવણી, સવાલોના જવાબ અને ફરિયાદ કરવાની સાથે ચેટબોટ પર અન્ય સેવાઓનો ફાયદો લઈ શકે છે. આ સાથે રિચાર્જની સુવિધા મેળવવા માટે યૂઝર્સે નવા સિમની ખરીદી કરવી પડશે.
આખરે, Emoji નો રંગ કેમ પીળો છે? આની પાછળનું કારણ છે ખૂબ જ રસપ્રદ
WhatsApp પર 'Hi' ટાઇપ કરી મોકલો મેસેજ
ઈ-વોલેટ, યૂપીઆઈ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જેવા પેમેન્ટ ઓપ્શન માટે જીયો યૂઝર્સ 70007 70007 પર 'Hi' ટાઇપ કરી વોટ્સએપ મેસેજ કરી શકે છે. હાલમાં કંપનીનું નવુ ફીચર હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. જલદી અન્ય ભાષાઓમાં પણ આ સેવાનો લાભ મળશે. પોસ્ટર ઈમેજમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ પર ઘણા પેમેન્ટ વિકલ્પ Google Pay, PhonePe, Paytm, Amazon Pay ની સાથે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ ઉપલબ્ધ છે.
હિન્દી અને અંગ્રેજી ભાષામાં ચેટનો વિકલ્પ
જીયો યૂઝર્સને ભાષા બદલવાનો વિકલ્પ પણ આ નવી સેવામાં આપવામાં આવ્યો છે. જો તમે ચેટબોટની ભાષાને બદલવા ઈચ્છો છો તો ચેન્જ ચેટ લેંગ્વેજના ઓપ્શનમાં ક્લિક કરો અને હિન્દી કે અંગ્રેજીમાંથી પોતાની ભાષાની પસંદગી કરી શકો છો. જાણવા મળી રહ્યું છે કે આ સર્વિસમાં ભવિષ્યમાં અન્ય ભાષા પણ સામેલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube