Jio એ લોન્ચ કરી એક શાનદાર Free સર્વિસ, જાણીને ખુશ થઈ જશે યૂઝર્સ
Jio Latest Free Service: રિલાયન્સ જિયોએ હાલમાં પોતાના યૂઝર્સ માટે વધુ એક નવી સર્વિસ લોન્ચ કરી છે, જે ખુબ અલગ અને ખાસ છે. તેની ખાસિયત છે કે તે ફ્રી છે અને યૂઝર્સે કોઈ પૈસા આપવાના નથી.
નવી દિલ્હીઃ JioGames Watch Free Streaming Service: રિલાયન્સ જિયો દેશનું નંબર વન પ્રાઇવેટ ટેલીકોમ ઓપરેટર છે, જે પોતાના ગ્રાહકોને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સવાળા પ્લાન્સની સાથે અનેક આકર્ષક એડિશનલ સર્વિસ પણ ઓફર કરે છે. હાલમાં જિયોએ એક નવી સર્વિસ જારી કરી છે, જે બિલકુલ ફ્રી છે. જિયોએ એક નવુ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, જિયોગેમ્સ વોચ લોન્ચ કરી છે, જેનો જિયોના ગ્રાહક કોઈ વધારાની સબ્સક્રિપ્શન ફી વગર ઉપયોગ કરી શકે છે. આવો જાણીએ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની રીત શું છે અને તેમાં તમે શું જોઈ શકો છો.
Jio એ લોન્ચ કર્યું નવુ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ
જિયો ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પ્રથમ પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે જિયોએ એક નવુ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, જિયોગેમ્સ વોચ લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મ પર ગેમિંગ કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકાય છે. એટલે કે તમે ઓનલાઇન ગેમિંગ કરતા સમયે બાકી અન્ય પ્લેયર્સની સાથે સ્ટ્રીમ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્લેટફોર્મને યૂઝ કરવાની રીતે પણ સરળ છે.
JioGames Watch ના ફીચર્સ
આવો જાણીએ JioGames Watchમાં શું ખાસ છે. પ્રથમ વાત છે કે તે એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે આ ક્રોસ-પ્લેટફોર્મ ફીચરની સાથે સોન્ચ કરવામાં આવ્યું છે અને જિયો ગેમ્સ એપના યૂઝર્સ પોતાના ગેમિંગ કન્ટેન્ટને ડાયરેક્ટલી સ્ટ્રીમ કરી શકશે.
આ પણ વાંચોઃ 5G કયા સ્માર્ટ ફોનમાં કરશે સપોર્ટ, તમારા ફોનમાં સપોર્ટ કરશે કે નહીં અત્યારે જ કરો ચેક
તમે તમારા પસંદગીના કન્ટેન્ટ ક્રીએટર્સને સબ્સક્રાઇબ કરી શકો છો, ખાસ ઈ-સ્પોર્ટ્સ ઇવેન્ટના માધ્યમથી વ્યૂઅર્સ સાથે વાતચીત કરી શકો છો. આ પ્લેટફોર્મના કન્ટેન્ટને તમે એફએચડી અને એચડી રેસોલ્યૂશનમાં સ્ટ્રીમ કરી શકાય છે.
આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની રીત
આ સર્વિસને યૂઝ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જાવ અને જિયોગેમ્સ એપને સર્ચ કરી ડાઉનલોડ કરો. આ એપમાં જિયો નંબર દ્વારા સાઇન-ઇન કરો અને પછી મેન સ્ક્રીન પર આપેલી વોચ ટેબ પર ક્લિક કરો. ત્યારબાજ જિયોગેમ્સ વોચ પેનલ પર જાવ અને આરામથી પોતાના પસંદગીના ગેમિંગ કન્ટેન્ટને સ્ટ્રીમ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube