Reliance Jio: રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે મોટા ખુશખબર છે. કંપનીએ યૂઝર્સ માટે પોતાનો પહેલો 5G ડેટા પેક લોન્ચ કરી દીધો છે. કંપનીના આ ડેટા પેકની કિંમત 61 રૂપિયા છે. તેમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે કુલ 6 જીબી મળશે. આ પ્લાનની વેલિડિટી એક્ટિવ પ્લાન જેટલી છે. જિયોના આ પ્લાનને 119, 149, 179, 199 અને 209 રૂપિયાવાળા પ્લાન સાથે સબસ્ક્રાઈબ કરી શકાય છે. કંપની અનલિમિટેડ 5જી ડેટા તે શહેરોના યૂઝર્સને ઓફર કરી રહી છે જ્યાં Jio True 5Gની શરૂઆત થઈ ચૂકી છે અને યૂઝર્સને જિયો વેલકમ ઓફર માટે ઈન્વાઈટ કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

72 શહેરોમાં જિયોની 5જી સેવા
જિયોએ હાલમાં પોતાની ટ્રુ 5જી સેવાને ભારતના 72 શહેરોમાં શરૂ કરી દીધી છે. કંપનીનું પ્લાનિંગ છે કે તે ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર  ભારતમાં શરૂ કરી દે. જિયો પોતાની 5જી સેવા માટે સ્ટેન્ડઅલોન નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે એરટેલ નોન સ્ટેન્ડઅલોન નેટવર્ક દ્વારા પોતાની 5જી સેવાને ઓફર કરી રહ્યું છે. 


દારૂ થોડો પીવામાં તો કોઈ વાંધો નથી...જો એવું સમજતા હોવ તો સાવધાન...


Jio નો ધમાકેદાર રિચાર્જ પ્લાન્સ, મફતમાં મેળવો Amazon Prime અને Netflix ની મેમ્બરશિપ


Jio નો ધાંસૂ પ્લાન, Prime સહિત 14 ફ્રી OTT એપ્સની સાથે અનલિમિટેડ ડેટા અને કોલિંગ


આ રીતે એક્ટિવ કરાવો ફોનમાં જિયો 5જી
જો તમે જિયો 5જી નેટવર્કવાળા શહેરમાં હોવ પણ છતાં 5જી ઈન્ટરનેટનો આનંદ નથી લઈ શકતા તો તમારે તમારા ફોનના સેટિંગ્સમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. સૌથી પહેલા ફોનમાં અપાયેલા સેટિંગ મેનૂમાં જાઓ. ત્યાં અપાયેલા નેટવર્ક સેટિંગ્સન ઓપ્શન પર ટેપ કરો. ત્યારબાદ 5G પર સ્વિચ કરો. આમ કરવાથી તમે જિયોની 5જી સેવાનો ઉપયોગ કરી શકશો. ધ્યાન આપવા જેવી વાત એ છે કે યૂઝર 5G સેવા ત્યારે જ યૂઝ કરી શકશે જ્યારે તેમને જિયો 5G ઈન્વિટેશન મળ્યું હશે. 


આ વીડિયો પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube