નવી દિલ્હી: મુકેશ અંબાણીના નેતૃત્વવળી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ કોરોના વાયરસના લીધે વર્ક ફ્રોમ હોમ માટે મજબૂર લોકોની મદદ માટે એક નવો પ્રિપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેનું નામ વર્ક ફ્રોમ હોમ રિચાર્જ પેક છે અને તેની કિંમત 251 રૂપિયા છે. લાખો લોકો અત્યારે કોરોના વાયરસની મહામારીના લીધે પોતાના ઘરેથી કામ કરવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત જિયોએ એક 101 રૂપિયાવાળો 4જી ડેટા વાઉચર પણ લોન્ચ કર્યો છે, જે જિયો ગ્રાહકોને હાલના પ્લાનની વેલિડિટી સાથે કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત કંપનીએ હાલના જિયો પ્લાનની વેલિડિટી સાથે 101 રૂપિયાવાળો 4જી ડેટા વાઉચર પણ રજૂ કર્યું છે. 101 રૂપિયાવાળા પ્લાનમાં 12જીબી હાઇ-સ્પીડ ડેટા અને 1000 મિનિટ જિયો ટૂ નોન-જિયો વોઇસ કોલ્સની સુવિધા પણ મળશે. પ્લાનની વેલિડિટી પુરી થતાં ઘટીને 64 કેબીપીએસ થઇ જશે. 


રિલાયન્સ જિયોએ પોતાના કેટલાક વાઉચર પ્લાન્સને અપગ્રેડ કર્યા છે, જેમાં વધુ ડેટા અને ફ્રી નોન-જીયો વોઇસ કોલ મિનિટ  તે ભાવે આપ્યા છે. જિયો સબ્સક્રાઇર્બ્સ  11, 21 અથવા 51 રિચાર્જ કરાવી શકો છો, જે ક્રમશ: 800 એમબી ડેટા અને 75 મિનિટ જિયો ટૂ નોન-જિયો વોઇસ કોલ, 2 જીબી ડેટા અને 200 મિનિટ જિયો ટૂ નોન જિયો વોઇસ કોલ તથા 6જીબી ડેટા અને 500 મિનિટ જિયો ટૂ નોન-જિયો વોઇસ કોલની સુવિધા મળશે. 


આ 4જી મોબાઇલ ડેટા પ્લાન્સ ઉપરાંત, રિલાયન્સ જિયો ભારતમાં વિભિન્ન જિયો ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન્સ પણ ઉપલબ્ધ કરાવે છે, જેની કિંમત 699 રૂપિયાથી શરૂ થઇ જાય છે.