Jio નો `યુનિક` પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન ફ્રી
Reliance Jio Plan: રિલાયન્સ જિયોના 1029 રૂપિયાવાળા પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને ડેટા ઓફર કરવામાં આવે છે. જાણો આ પ્લાનમાં તમને કયા-કયા લાભ મળશે.
Reliance Jio most loved 1029 rupees prepaid plan: રિલાયન્સ જિયોની પાસે અલગ-અલગ કેટેગરીવાળા ઘણા રિચાર્જ પ્લાન છે. આ જિયો રિચાર્જ પ્લાનમાં કંપની ડેટા અને કોલિંગ ઓફર કરે છે. જિયોના કેટલાક એવા પ્લાન છે જે ખુબ પોપુલર છે. આજે અમે તમને જિયોના India’s Most Loved Plans માંથી એક 1029 રૂપિયાવાળા પ્લાન વિશે જણાવીશું, જે અનલિમિટેડ 5જી ડેટા સાથે આવે છે.
1029 રૂપિયાવાળો જિયોનો પ્લાન
રિલાયન્સ જિયોના 1029 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ રિચાર્જ પેકમાં દરરોજ 2જીબી 4G ડેટા ઓફર કરવામાં આવે છે. ગ્રાહક કુલ 168 જીબી ડેટા પ્લાન ખર્ચ કરી શકે છે. દરરોજ મળનાર 4G ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે.
જિયો ગ્રાહકોને આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળે છે. એટલે કે જો તમે જિયોના 5G નેટવર્ક એરિયામાં છો તો ડેટાની ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચોઃ કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
જિયો ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ વોઇય કોલની પણ સુવિધા મળે છે. ગ્રાહકો દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100SMS આપવામાં આવે છે.
રિલાયન્સ જિયો ગ્રાહકોને આ પ્લાનમાં Amazon Prime Lite નું ફ્રી સબ્સક્રિપ્શન 84 દિવસ સુધી મળે છે. ગ્રાહક જિયો ટીવી, જિયોસિનેમા અને જિયો ક્લાઉડનો ફાયદો પણ આ પ્લાન સાથે લઈ શકે છે. મહત્વનું છે કે આ પ્લાનમાં જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળતું નથી.