નવી દિલ્હીઃ જિયો એક પોપુલર ટેલિકોમ ઓપરેટર છે. તેવામાં જિયો પોતાના યુઝર્સને નવા-નવા રિચાર્જ પ્લાન રજૂ કરે છે. જિયો તરફથી આવો એક પ્લાન રજૂ કરવામાં આવે છે, જે ઓછી કિંમતમાં આવે છે. આ પ્લાન ખાસ કરી તે યુઝર્સ માટે છે, જે Netflix જોવાનું પસંદ કરે છે. સાથે આ પ્લાનમાં તમને અનલિમિટેડ 5જી ડેટા મળે છે. મતલબ તમારી મનોરંજનની મજા ડબલ થઈ જવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 1299 રૂપિયાવાળો પ્લાન
અમે જિયોના જે રિચાર્જ પ્લાનની વાત કરવામાં આવી રહી છે તે 1299 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ ડેટા પેક ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી 64kbsp રહી જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાન નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ નેટફ્લિક્સ મોબાઇલ સબ્સક્રિપ્શન પ્લાન છે, જેમાં 480 પિક્સલ પર વીડિયો સ્ટ્રીમિંગની સુવિધા મળશે. સાથે આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટાની સુવિધા મળશે. જો મહિના હિસાબે જુઓ તો પ્લાનનો ખર્ચ 433 રૂપિયા આવશે.


આ પણ વાંચોઃ ક્યારેય નહીં રહે OTP અને KYC ફ્રોડનો ખતરો, બસ માની લો ભારત સરકારની આ વાત


જિયો 1799 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાન તે યુઝર્સ માટે છે, ડેનો ડેલી ડેટા ખર્ચ વધુ છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3જીબી ડેટા આપવામાં આવશે. પરંતુ તેની વેલિડિટી 84 દિવસની હશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાન જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. તેમાં 720P વીડિયો ક્વોલિટી સાથે નેટફ્લિક્સ મોબાઈલ સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન અનલિમિટેડ 5જી ડેટાની સુવિધા સાથે આવે છે. તેનો મહિનાનો ખર્ચ 600 રૂપિયા આવશે. 


કયો પ્લાન તમારા માટે બેસ્ટ
જો તમારે ડેટાની ઓછી જરૂર પડે છે તો તમારા માટે 1299 રૂપિયાવાળો પ્લાન સારો રહેશે. પરંતુ જો તમારો ડેટાનો વપરાશ વધુ છે તો 1799 રૂપિયાવાળો પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે.