નવી દિલ્હી: દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) ના યૂઝર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર (Twitter) થોડી જ મિનિટોમાં #jiodown ટ્રેંડ કરવા લાગ્યો. યૂઝર્સે જિયોના નેટવર્ક ડાઉન થવાની ફરિયાદ કરી. કેટલાક યૂઝર્સે લખ્યું કે જિયો (Jio) નું નેટવર્ક ઘણા કલાકોથી કમ કરી રહ્યું નથી. કેટલાક યૂઝર્સે લખ્યું કે ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ બાદ હવે જિયો (Jio)  નું નેટવર્ક પણ ડાઉન થઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં જિયોની સર્વિસ બાધિત થઇ નથી. ફક્ત મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના કેટલાક વિસ્તારોમાં જિયોની સર્વિસ ડાઉન થઇ છે. ગત એક-દોઢ કલાકથી આ સમસ્યા આવી રહી છે. અમારી ટેક્નિકલ ટીમ તેને દૂર કરવામાં લાગી છે. આશા છે કે જલદી જ વ્યવસ્થા ઠીક થઇ જશે. રિલાયન્સ જિયો (Jio) ને એક્ટિવ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા જુલાઇન 61 લાખ વધી.

LPG Price Hike: ફેસ્ટિવલ સીઝન પહેલાં મોંઘવારીનો માર! LPG સિલિન્ડરના ભાવ વધ્યા

આ દરમિયાન ભારતી એરટેલના સક્રિય કનેક્શનોની સંખ્યામાં 23 લાખનો વધારો થયો. ટ્રાઇના તાજેતરના આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. આ વધારા સાથે રિલાયન્સ જિયો (Reliance Jio) નો બજારની ભાગીદારીમાં વધારો થયો છે. જુલાઇના અંત સુધી જિયોના મોબાઇલ કનેક્શનોની સંખ્યા  34.64 કરોડ હતી. 


ફેસબુકની સર્વિસ થઇ ડાઉન
આ પહેલાં સોમવારે ફેસબુક, ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સર્વિસીઝ ઘણા કલાકો સુધી જામ રહી હતી. આમ પહેલીવાર થયું હતું જ્યારે દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મની સર્વિસ કલાકો સુધી બંધ રહી હતી. તેનાથી દુનિયાભરના કરોડો યૂઝર્સે પરેશાની થઇ હતી. તેનાથી ફેસબુકના શેરમાં પણ ઘટાડો આવી ગયો હતો અને એક જ દિવસમાં સીઇઓ માર્ક જકરબર્ગની નેટવર્થમાં 6.11 અરબ ડોલરનો ઘટાડો આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube