Reliance Jio ની ધમાકેદાર ઓપર! ઇન્ટરનેટ પૂરુ થયા બાદ પૈસા આપ્યા વગર મેળવો 1GB ડેટા
Jio એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસની શરૂઆત કરી છે. આ સર્વિસને કંપનીએ ઇમરજન્સી ડેટા લોન (Emergency Data Loan) નામ આપ્યું છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ગ્રાહકોને પોતાની સાથે જોડી રાખવા માટે સસ્તા રિચાર્જ પ્લાન અને ઘણી સુવિધાઓ ઓફર કરે છે. Jio એ પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસની શરૂઆત કરી છે. આ સર્વિસને કંપનીએ ઇમરજન્સી ડેટા લોન (Emergency Data Loan) નામ આપ્યું છે, ઇમરજન્સી ડેટા લોન ઓફર હેઠળ જે ગ્રાહકોનું ઇન્ટરનેટ સમાપ્ત થઈ ગયું છે અને તે રિચાર્જ કરાવવાની સ્થિતિમાં નથી, તો તેને 1 જીબી ડેટા આપવામાં આવે છે. ખાસ વાત છે કે આ ડેટા માટે તમારે તત્કાલ પૈસાની ચુકવણી કરવાની નથી. જાણો આ ઓફરની માહિતી...
ઇમરજન્સી ડેટા લોન માટે ચુકવવા પડશે આટલા રૂપિયા
જો તમે 1GB ડેટા લો છો તો તમારૂ બાદમાં1 1 રૂપિયાની ચુકવણી કરવી પડશે. જો તમારે આ પ્લાનમાં 5જીબી ડેટાની જરૂર છે તો તમે એક સાથે 5 પ્લાન લઈ શકો છો. તે માટે તમારે બાદમાં 55 રૂપિયાની ચુકવણી કરવી પડશે. મહત્વનું છે કે તમે પૈસાની ચુકવણી ગમે ત્યારે કરી શકો છો. કંપનીએ તેની ચુકવણી માટે કોઈ સમય મર્યાદા રાખી નથી.
આ પણ વાંચોઃ iPhone નું અત્યાર સુધીનું સૌથી ધમાકેદાર Hidden ફીચર! હવે ચોરી- છૂપાઈને સાંભળો બીજાની વાતો, જાણો કેવી રીતે
ફ્રીમાં 1જીબી ઇમરજન્સી ડેટા મેળવવા માટે આ રીતે કરો એપ્લાય
- તમારા સ્માર્ટફોન પર MyJio એપ ખોલો અને ટોપ-લેફ્ટમાં રહેલ મેનૂ પર જાવ.
- મોબાઇલ સર્વિસ હેઠળ 'Emergency Data Loan' ને પસંદ કરો અને Proceed પર ક્લિક કરો.
- 'Get emergency data' ઓપ્શનને સિલેક્ટ કરો.
- ઇમરજન્સી ડેટા લોન લેવા માટે Activate now પર ક્લિક કરો.
- આ રીતે તમને 1જીબી ડેટા મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube