Reliance Jio સૌથી સસ્તો પ્લાન, 199 રૂપિયામાં મળશે 1000GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ
આજે અમે તમને રિલાયન્સ જીયોના ફાઇબર પોર્ટફોલિયોના સૌથી ધાંસૂ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. જીયો પોતાના ગ્રાહકોને 199 રૂપિયામાં 1000GB જીબી એટલે કે 1TB ડેટા આપે છે.
નવી દિલ્હીઃ Reliance JioFiber ભારતમાં સૌથી લોકપ્રિય ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડરમાંથી એક છે. ખુબ ઓછા સમયમાં Jio Fiber એ ઘણા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) ને પછાડી દીધા છે. ગ્રાહકોની સૌથી પસંદગીની કંપની બનવા માટે Reliance Jio એ બ્રોડબેન્ડ (Broadban Plan) ના ઘણા સસ્તા અને વધુ ડેટાવાળા પ્લાન માર્કેટમાં ઉતાર્યા છે. તેવામાં આજે અમે તમને રિલાયન્સ જીયોના ફાઇબર પોર્ટફોલિયોના સૌથી ધાંસૂ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. જીયો પોતાના ગ્રાહકોને 199 રૂપિયામાં 1000GB જીબી એટલે કે 1TB ડેટા આપે છે. આવો આ પ્લાન વિશે વિગતવાર માહિતી મેળવીએ.
Reliance Jio નો 1TB ડેટા પ્લાન
રિલાયન્સ જીયો ફાઇબર ગ્રાહકોને માત્ર 199 રૂપિયામાં 1TB ડેટા આપે છે. 1TB ડેટા ગ્રાહકોને 7 દિવસ માટે ઉપલબ્ધ થાય છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ પ્લાનમાં મળનાર ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 1Mbps થઈ જાય છે. પ્લાનની વધુ એક ખાસ વાત છે કે તેમાં જીયો ફાઇબરની લેન્ડલાઇન સર્વિસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. મહત્વનું છે કે જીએસટી લાગ્યા બાદ 199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનની કિંમત 234.82 રૂપિયા થઈ જાય છે.
આ પણ વાંચોઃ Jio નો સૌથી સસ્તો 3GB ડેટાવાળો પ્લાન, 1 જીબીની કિંમત માત્ર 3.19 રૂપિયા
એક પ્રકારનો કોમ્બો પ્લાન
ધ્યાનમાં રહે કે એક ડેટા સચેત છે. ગ્રાહક આ યોજનાને ત્યારે ખરીદી શકે છે જ્યારે તે પોતાના પ્લાનની સાથે રજૂ કરેલા બધા FUP ડેટાનો ઉપભોગ કરી લે. JioFiber પોતાના બધા પ્લાનની સાથે ઉપયોગકર્ચાઓને 3TB ડેટા પ્રદાન કરે છે, તેથી આ વાતની ખુબ સંભાવના છે કે એવરેજ ઇન્ટરનેટ યૂઝ કરનાર ગ્રાહકોને આ ડેટા પ્લાનની જરૂર પડે. ધ્યાન આપવા જેવી વાત છે કે ન તો એરટેલ અને ન બીએસએનએલ પોતાના યૂઝર્સને આવો કોઈ પ્લાન ઓફર કરે છે. જો એરટેલ કે બીએસએનએલ ઉપયોગકર્તા પોતાના બ્રોડબેન્ડ પ્લાનની સાથે મળનાર FUP ડેટાને યૂઝ કરી લે છે તો તે આ પ્રકારની ઓફરની સાથે રિચાર્જ ન કરાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube