Reliance Jioનો નવો દમદાર પ્લાન, 112GB ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા
જીયોના 444 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને એસએમએસ ઓફર કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોની પાસે ઘણા એવા રિચાર્જ પ્લાન છે જેમાં 2 જીબી ડેટા દરરોજ ઓફર કરવામાં આવે છે. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જીયો ગ્રાહકોની જરૂરીયાતો પ્રમાણે અલગ-અલગ પ્રાઇસ કેટેગરી અને ડેટા પ્રમાણે પ્રીપેડ પ્લાન ઓફર કરતી રહે છે. કંપનીનો તે દાવો પણ છે કે બીજી ટેલિકોમ કંપનીઓ જેમ કે વોડાફોન અને એરટેલની તુલનામાં જીયોના પ્રીપેડ પેક વધુ સસ્તા છે. આજે અમે તમને જીયોના 444 રૂપિયા વાળા પ્લાનની માહિતી આપીએ, જેમાં આ ફાયદા મળે છે.
444 રૂપિયાનો પ્લાન
જીયોના 444 રૂપિયા વાળા રિચાર્જ પેકની વેલિડિટી 56 દિવસ છે. આ પેકમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 112 જીબી ડેટાનો ફાયદો ગ્રાહક મેળવી શકે છે. દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ ગ્રાહક 64Kbps સ્પીડથી ઇન્ટરનેટની મજા માણી શકે છે.
TikTok માટે આવી મોટી ખુશખબરી, જાણો આ એપ વિશે શું આવ્યું નવું અપડેટ
વોઇસ કોલિંગની વાત કરીએ તો હવે જીયોના આ રિચાર્જ પેકમાં દરેક નેટવર્ક પર અનલિમિડેટ વોઇસ કોલની સુવિધા મળે છે. પરંતુ IUC ચાર્જ હટ્યા પહેલા બીજા નેટવર્ક પર FUPની સાથે કોલિંગ મિનિટ્સ મળે છે. આ સિવાય અનલિમિટેડ એટલે કે 100 SMS દરરોજ પણ મળે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ 444 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં ફ્રી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube