નવી દિલ્હીઃ યૂઝર્સને આજકાલ વધુ ડેટા ઓફર કરતા પ્લાન પસંદ આવી રહ્યાં છે. જો તમે પણ આ યૂઝર્સમાંથી છો, જેને વધુ ડેટા જોઈએ તો રિલાયન્સ જિયોની પાસે એક જોરદાર પ્લાન છે. અમે વાત કરી રહ્યાં છીએ જિયોના 999 રૂપિયાવાળા પ્લાનની. કંપનીનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 3જીબી ડેટા મળશે. ખાસ વાત છે કે આ પ્લાનમાં કંપની 40 જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી આપી રહી છે. આ સિવાય એલિઝિબલ યૂઝર્સને આ પ્લાનના સબ્સક્રિપ્શનની સાથે અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. આ સિવાય તમને દેશમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. પ્લાનમાં ઘણા વધારાના બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં છે. તેમાં જિયો ટીવી અને જિયો સિનેમાની સાથે જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. આ પ્લાન તે યૂઝર્સો માટે કામનો છે, જેને ડેટા પૂરો થઈ જવાની ચિંતા રહે છે. 


આ પણ વાંચોઃ મારુતિ અને ટાટાની આ 2 Electric SUV મચાવશે ધૂમ! આવતા વર્ષે થશે લોન્ચ


399 રૂપિયાના પ્લાનમાં 6જીબી એક્સ્ટ્રા ડેટા ફ્રી
આ જિયો પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળશે. પ્લાનમાં કંપની ઈન્ટરનેટ ચલાવવા માટે દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને છ જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે. આ હિસાબથી પ્લાનમાં મળનાર ટોટલ ડેટા 90જીબી થઈ જાય છે. આ પ્લાન પણ યૂઝર્સને ફ્રી 5જી ડેટા આપે છે. જિયોનો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ પણ આપે છે. 


219 રૂપિયાના પ્લાનમાં 2જીબી ડેટા ફ્રી
આ સસ્તો પ્લાન 14 દિવસ સુધી ચાલે છે. તેમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં કંપની એક્સ્ટ્રા બે જીબી ડેટા પણ આપી રહી છે. જિયોના આ પ્લાનમાં દરરોજ 100 એસલએમએસ અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube