રિલાયન્સ જિયોના યૂઝર્સ માટે ખુશખબર છે. જિયોને સાત વર્ષ પૂરા થઈ ગયા છે. આ એનવર્સરી પર જિયો પોતાના યૂઝર્સને ફ્રી ડેટા સહિત અનેક અન્ય ઓફર અને ડિસ્કાઉન્ટનો લાભ આપી રહ્યું છે. જે હેઠળ યૂઝર્સ 21GB સુધીના વધારાના ડેટાનો લાભ મેળવી શકશે. આ ઓફરનો ફાયદો યૂઝર્સ આજથી જ એટલે કે 5 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકશે. જિયો તરફથી આ ખાસ અવસરે ત્રણ ખાસ પ્રકારના રિચાર્જ પ્લાન રજૂ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

299 નો પ્લાન
આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને 2 જીબી ડેઈલી ડેટા ઓફર કરવામાં આવશે. આ સાથે જ યૂઝ્સને આ પ્લાનમાં 7 જીબી વધારાનો ડેટા પણ આપવામાં આવશે. આ ઉપરાંત અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસની સુવિધા પણ મળશે. 


જિયોનો 749 પ્લાન
આ પ્લાનમાં ડેઈલી 2 જીબી ડેટા ઓફર કરાશે. આ સાથે જ 14 જીબી વધુ ડેટા આપવામાં આવશે. આ માટે 7જીબીની બે ડેટા કૂપન આપવામાં આવશે. આ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 ફ્રી એસએમએસ સુવિધા સાથે આવે છે. આ પ્લાન 90 દિવસની માન્યતાવાળો છે. 


જિયો 2999 પ્લાન
આ પ્લાનની માન્યતા 365 દિવસ એટલે કે એક વર્ષની છે. આ પ્લાનમાં તમને ડેઈલી 2.5 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે જ 21 જીબી વધુ ડેટા પણ અપાશે. આ માટે 7જીબીના 3 ડેટા  કૂપન આપવામાં આવશે. આ ઉપરાંત બાકી બે અન્ય પ્લાનની જેમ અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે જ AJIO થી શોપિંગ કરશો તો 200 રૂપિયાની છૂટ મળશે. જ્યારે netmeds પર 20 ટકા અને વધુમાં વધુ 800 રૂપિયાની છૂટ મળશે. સ્વિગી પર 100 રૂપિયાની છૂટ મળશે. 149 રૂપિયાથી વધુની ખરીદી પર ફ્રી મેકડોનાલ્ડ મીલ આપવામાં આવશે. રિલાયન્સ ડિજિટલ પર 10 ટકાની છૂટ મળશે. યાત્રા ફ્લાઈટ પર 500 રૂપિયાની છૂટ મળશે. તથા હોટલ પર 4000 રૂપિયાની મહત્તમ છૂટ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube