નવી દિલ્હીઃ Jio Free 5G data Offer: રિલાયન્સ જિયો 44 કરોડથી વધુ યૂઝર્સની સાથે દેશની નંબર વન ટેલીકોમ કંપની છે. જિયો સસ્તા રિચાર્જ પ્લાન્સ ઉપલબ્ધ કરાવવાની સાથે યૂઝર્સની જરૂરીયાતનું પણ ધ્યાન રાખે છે. આ કારણ છે કે જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સના લિસ્ટને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે. જિયોના લિસ્ટમાં તમને એન્ટરટેઈનમેન્ટ, ડેટા, ફ્રી કોલિંગ સહિત ઘણા લાભ મળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયો પોતાના ગ્રાહકોને સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. ખાસ વાત છે કે કંપની હવે પોતાના ઘણા પ્લાન્સમાં યૂઝર્સને 5જી ડેટા પણ ઓફર કરી રહી છે. પરંતુ 5G ડેટાની સુવિધા માટે કંપનીએ શરત લગાવીને રાખી છે. જો તમે 219 રૂપિયાથી ઓછાનું રિચાર્જ કરાવશો તો તમને 5G ડેટાનું એક્સેસ મળશે નહીં. 


આ પણ વાંચોઃ પાણીને ગરમ કરતો રોડ સફેદ થઈ ગયો છે, તો આ રીતે કરો સાફ, નહિ તો લાઈટ બિલ વધુ આવશે


વાપરી શકો છો અનલિમિટેડ ડેટા
તમને જણાવી દઈએ કે દેશના મોટા ભાગના વિસ્તારમાં જિયોએ પોતાની 5G સર્વિસ પહોંચાડી દીધી છે. કંપની અત્યારે યૂઝર્સને કોમ્પ્લિમેન્ટરી તરીકે ફ્રીમાં 5જી ડેટા આપી રહી છે. તેવામાં તમે પણ આ ફ્રી 5G ડેટાનો લાભ લઈ શકો છો. બસ તે માટે જરૂરી છે કે તમારી પાસે 5G સ્માર્ટફોન હોય અને તમારા ક્ષેત્રમાં 5G નેટવર્ક હોય.


આવો તમને જિયોના 219 રૂપિયામાં મળનાર ફાયદા વિશે જણાવીએ. જો તમે જિયો નંબર પર 219 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 14 દિવસની વેલિડિટી મળે છે. તેમાં કંપની ગ્રાહકોને 44જીબી ડેટા ઓફર કરે છે. જો તમારે વધુ ડેટાની જરૂર હોય તો તમારા માટે આ પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં કંપની યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ પણ આપી રહી છે. 


આ પણ વાંચોઃ રિલાયન્સ જિયોના આ સુપરહિટ પ્લાનને રિચાર્જ કરાવવા પર મળશે અનલિમિટેડ ડેટા


જિયો આ પ્લાનમાં યૂઝર્સને કુલ 44જીબી ડેટા ઓફર કરે છે. તેમાં દરરોજ તમે 3જીબી ડેટા વાપરી શકો છો. કંપની તેમાં તમને 25 રૂપિયાનો 2GB એક્સ્ટ્રા ડેટા પણ આપી રહી છે. આ સાથે તમે અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસનો લાભ ઉઠાવી શકો છો. આ સાથે તેમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.