નવી દિલ્હી: જો તમે પણ રિલાયન્સ જિયોફોન 2 ખરીદવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારી તક બીજી કોઇ નથી. નવા વર્ષના અવસરે તમે સસ્તામાં રિલાયન્સ જિયોફોન 2 ખરીદી શકો છો. ઓફિશિયલ વેબસાઇટ જિયો.કોમ (jio.com) પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, જિયોફોન 2ની ખરીદી પર ઇએમઆઇની ઓફર આપવામાં આવી રહી છે. જિયોફોન 2ની કિંમત 2,999 રૂપિયા છે, પરંતુ ઇએમઆઇ હેઠળ તેને ફક્ત 141 રૂપિયામાં તમે ખરીદી શકો છો. ડુઅલ સિમવાળો જિયોફોન 2 પોતાના જિયોફોનનું સક્સેસર વર્જન છે, જેને વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે લોન્ચ થઇ શકે છે Jio Phone Lite
સાથે જ આ વર્ષે 2020 માં Reliance Jio ના નવા ફીચર ફોનની રાહ પુરી થવાની છે. કંપનીએ પોતાના નવા ફોનને Jio Phone Lite ના નામથી લોન્ચ કરી શકે છે. નવો જિયો ફોન 400 રૂપિયાથી ઓછી કિંમતમાં આવી શકે છે. 91 મોબાઇલ્સના રિપોર્ટનું માનીએ તો તેની કિંમત 399 રૂપિયા હોઇ શકે છે. ફોનની સાથે કંપની 50 રૂપિયાનું એક રિચાર્જ પેક પણ લોન્ચ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે Jio Phone Lite એક બેસિક ફોન હશે જેને ફક્ત વાત કરવા અને મેસેજ મોકલવા માટે ઉપયોગ કરી શકાશે. તમે પણ જાણો રિલાયન્સ જિયોફોન 2ના ખાસ ફીચર્સ વિશે. 


JioPhone 2 ના ફીચર્સ
રિલાયન્સ જિયોફોન 2માં ફૂલ કીબોર્ડ સાથે હોરિજેંટલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં ફૂલ કીબોર્ડ ક્વર્ટી કીપેડ ફોર્મમાં આપવામાં આવ્યું છે, જેથી ટાઇપિંગમાં ખૂબ સરળ રહે છે. આ ફોનમાં તમને 2.4 ઇંચની ક્યૂવીજીએ ટીએફટી ડિસ્પ્લે અને 512MB ની રેમ આપવામાં આવી છે. સ્ટોરેજ તરીકે તેમાં તમને 4GB ની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે, જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. 


રિલાયન્સ જિયોફોન 2ના કેમેરાની વાત કરીએ તો ફોનના રિયર એન્ડમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. તો બીજી તરફ યૂઝર્સને ફ્રન્ટમાં વીજીએ કેમેરા મળી શકે છે. રિલાયન્સના જિયોફોન 2માં ઓલ 4જી નેટવર્ક, વાઇફાઇ, જીપીએસ, બ્યૂટૂથ, એફએમ, એચડી વોઇસ, ફ્રી વોઇસ કોલ્સ, અલિમિટેડ ડેટા, સારી નેટવર્ક રેન્જ, સારી 4જી સ્પીડ, સારું મનોરંજન (ફિલ્મો અને ટીવીની સાથે એચડી મ્યૂઝિક વગેરે) અને ફેસબુક ચલાવવાની સુવિધા મળે છે. ફોનમાં HD Voice કોલિંગ સુવિધા પણ મળે છે. સાથે જ આ ફોનમાં WhatsApp અને Youtube જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. પાવર માટે જિયોફોન 2 માં 2,000mAh ની બેટરી આપવામાં આવી છે અને આ KAI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.


24 ભાષાઓના સપોર્ટ સાથે ગૂગલ આસિસ્ટેન્ટ ફીચરથી છે સજ્જ
જિયોફોન 2 સૌથી મોટી ખાસ વાત એ છે કે આ ફોન 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. આ સાથે જ આ વોઇસ કમાન્ડને પણ સપોર્ટ કરે છે. તેમાં ગૂગલ આસિસ્ટેન્ટ સપોર્ટ ઉપલબ્ધ છે, જેના લીધે ફોનને કમાન્ડ આપીને પણ ઘણા કામ કરી શકાય છે.