નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) નંબર-1 ટેલિકોમ કંપની છે. જીયોની પાસે અનેક શાનદાર અને સસ્તા પ્લાન છે. રિલાયન્સ જીયોના 2 રિચાર્જ પ્લાન એવા છે, જેમાં તમારે દરરોજ દોઢ રૂપિયાથી ઓછો ખર્ચ કરવો પડશે. આ 39 રૂપિયા અને 75 રૂપિયાવાળા જીયોફોનના પ્લાન છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે ડેટાનો પણ ફાયદો મળશે. તો આવો જાણીએ આ રિચાર્જ પ્લાન વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજનો ખર્ચ 1.33 રૂપિયા, 75 રૂપિયાવાળો પ્લાન
75 રૂપિયાવાળા પ્લાનની સાથે બાય-વન-ગેટ-વન ફ્રી (Buy 1 Get 1 Free) ની ઓફર છે. એટલે કે એક પ્લાનની સાથે એક ફ્રી મળે છે. 75 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. એક પ્લાન ફ્રી હોવાને કારણે તે વધીને 56 દિવસ થઈ જાય છે. પ્લાનનો એક દિવસનો ખર્ચ 1.33 રૂપિયા આવે છે. પ્લાનની સાથે કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં સાથે ટોટલ 6જીબી ડેટા મળે છે. પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધાની સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ Airtel નો ફેમેલી માટે બેસ્ટ પ્લાન, 260GB ડેટાની સાથે ફ્રી કોલિંગ, DTH અને એમેઝોન પ્રાઇમનું ફ્રી એક્સેસ  


દરરોજનો ખર્ચ 1.39 રૂપિયા, 39 રૂપિયાવાળો પ્લાન
39 રૂપિયાના પ્લાનની સાથે પણ બાય વન ગેટ વન ફ્રી  (Buy 1 Get 1 Free) ઓફરનો ફાયદો મળે છે. પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળે છે. એક પ્લાન ફ્રી મળવાને કારણે તેની વેલિડિટી વધી 28 દિવસ થઈ જાય છે. પ્લાનમાં એક દિવસનો ખર્ચ 1.39 રૂપિયા આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. સાથે  2.8GB ડેટા મળે છે. આ પ્લાનમાં જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube