Jio ના 399ના રિચાર્જમાં 4 ફેમેલી મેમ્બર માટે Free કોલિંગ અને Unlimited ડેટા
Reliance Jio 399 Plan: રિલાયન્સ જિયો તરફથી 399 રૂપિયામાં ફેમેલી પ્લાન રજૂ કરવામાં આવે છે. જેની મદદથી યૂઝર્સ અનલિમિટેડ કોલિંગ અને ડેટાની મજા માણી શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તરફથી ઘણા ફેમેલી પ્લાન રજૂ કરવામાં આવે છે. તેમાંથી એક ફેમેલી પ્લાન 399 રૂપિયામાં આવે છે. આ ફેમેલી પ્લાનમાં તમારી સાથે પરિવારના ત્રણ અન્ય લોકોને ફ્રી કોલિંગની સાથે 75GB ડેટા આપવામાં આવશે. જો તમારા પરિવારમાં ચાર લોકો જિયો સિમનો ઉપયોગ કરે છે તો તમારી પાસે સસ્તામાં 30 દિવસ માટે ડેટા અને કોલિંગની સુવિધા લેવાની તક છે. આવો આ વિશે વિસ્તારથી જાણીએ.
રિલાયન્સ જિયો 399 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોનો ફેમેલી પ્લાન 399 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 75GB ડેટા આપવામાં આવે છે. સાથે ફ્રી મેસેજિંગની સુવિધા મળે છે. જો તમે પણ જિયો યૂઝર્સ છો તો તમારા માટે એક મહિનાની ફ્રી ટ્રાયલ આપવામાં આવી રહી છે. એટલે કે તમે રિચાર્જ કરાવ્યા વગર એક મહિનો સુધી ફેમેલી પ્લાનની મજા માણી શકો છો.
આ પણ વાંચોઃ WhatsApp પર અજાણ્યા નંબરોથી આવતા Spam કોલથી કેવી રીતે બચવું?
4 લોકો માટે આપવા પડશે કેટલા રૂપિયા.
જિયોના 399 રૂપિયાના પ્લાનમાં ત્રણ મેમ્બર્સને જોડી શકાશે. પરંતુ ત્યારબાદ દરેક એક મેમ્બર્સ એડ કરવા માટે અલગથી 99 રૂપિયા આપવા પડશે. આ રીતે તમારો મહિનાનો ખર્ચ આશરે 696 રૂપિયા થશે. સાથે તમારે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 500 રૂપિયા આપવા પડશે. પરંતુ સિક્યોરિટી ડિપોઝિટ પહેલા મહિના માટે હશે. એટલે કે પહેલા મહિને તમારે 1196 રૂપિયા આપવા પડશે. પરંતુ કોર્પોરેટ કર્મચારીઓ અને કેટલાક અન્ય લોકો માટે સિક્યોરિટી ડિપોઝિટને ફ્રી રાખવામાં આવી છે. બીજા મહિનાથી ફેમેલી પ્લાન લેનારા યૂઝર્સે માત્ર 696 રૂપિયા આપવા પડશે.
નોટ- રિલાયન્સ જિયો તરફથી સિંગલ યૂઝર્સ માટે પણ જિયો પ્લાનની સુવિધા આપવામાં આવી રહી છે. સાથે વધુ કિંમતમાં પણ ફેમેલી પ્લાન આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube