JIO નો સસ્તો પ્લાન, દરરોજ 3જીબી ડેટા ફ્રી, નેટફ્લિક્સ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા
રિલાયન્સ જિયો 1099 રૂપિયા અને 1499 રૂપિયાવાળા પ્લાનમાં ફ્રી નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે.
Reliance Jio Free Netflix Prepaid Plan: રિલાયન્સ જિયોની પાસે સસ્તા ભાવમાં ડેટા અને વોઇસ કોમ્બો રિચાર્જ પ્લાન હાજર છે. મુકેશ અંબાણીની કિંમત જિયોની પાસે અલગ-અલગ કેટેગરીમાં અનેક પ્લાન હાજર છે. ગ્રાહક પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ પ્લાન પસંદ કરી શકે છે. જિયોઓ તાજેતરમાં OTT Platform Netflix ઓફર કરનાર બે પ્લાન લોન્ચ કર્યાં હતા. અમે આજે તમને આ પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
1099 રૂપિયાવાળો જિયોનો પ્લાન
રિલાયન્સ જિયોના 1099 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. દરરોજ મળનાર ડેટા ખતમ થઈ ગયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. રિચાર્જ પેકમાં કુલ 168GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહેલ ગ્રાહક આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટાનો ઉપયોગ કરી શકે છે.
Reliance Jio ના આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલ ઓફર કરવામાં આવે છે. એટલે કે દેશભરમાં ફ્રી અનલિમિટેડ કોલનો ફાયદો મળે છે. તો દરરોજ ફ્રી 100 એસએમએસનો લાભ મળે છે. જિયો યૂઝર્સ આ પેકમાં Netflix ના ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો લઈ શકે છે. નોંધનીય છે કે આ પ્લાનમાં મોબાઇલ નેટ ફ્લિક્સનું સબ્સક્રિપ્શન મળે છે. આ સિવાય JioTV, JioCinema, JioCloud નું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ એક એકથી ચડિયાતી છે આ કારો : માઈલેજના મામલે આ કાર્સ તમારું દિલ નહીં તોડે
1499 રૂપિયાવાળો Reliance Jio Plan
રિલાયન્સ જિયોના 1499 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહકો આ પ્લાનમાં કુલ 252 જીબી ડેટાનો ફાયદો લઈ શકે છે. દરરોજ મળનાર ડેટા ખતમ થઈ ગયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. 5જી નેટવર્ક પર ગ્રાહક અનલિમિટેડ 5જી ઈન્ટરનેટનો ફાયદો લઈ શકે છે. આ સિવાય પ્લાનમાં કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે.
જિયો યૂઝર્સ આ પેકમાં Netflix ના ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો લઈ શકે છે. નોંધનીય છે કે આ પ્લાનમાં મોબાઇલ નેટ ફ્લિક્સનું સબ્સક્રિપ્શન મળે છે. આ સિવાય JioTV, JioCinema, JioCloud નું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube