Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો દેશની જાણીતી અને લોકપ્રિય ટેલિકોમ કંપની છે. Jio પોતાના યુઝર્સને વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જેમાં કોલિંગ, ડેટા તેમજ એન્ટરટેઈનમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે. જો તમે Jio યુઝર છો અને તમારા માટે સારો એન્ટરટેઈનમેન્ટ પ્લાન શોધી રહ્યા છો, તો આ અહેવાલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે અમે તમને Jioના એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને Netflixનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. આ ઉપરાંત, તમને અન્ય ઘણા ફાયદાઓ પણ મળશે. આવો અમે તમને આ પ્લાન વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયોનો બેસ્ટ છે આ એન્ટરટેઈનમેન્ટ પ્લાન
Jio પોતાના યૂઝર્સને વિવિધ કિંમતની રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જે અલગ અલગ બેનિફિટ્સની સાથે આવે છે. જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જોશો તો તમને એક એવો પ્લાન મળશે જેની કિંમત 1299 રૂપિયા છે. જો તમને મૂવી અને વેબ સિરીઝ જોવાનું પસંદ છે તો આ પ્લાન તમારા માટે સારો સાબિત થઈ શકે છે. તમને આ પ્લાન Jioની વેબસાઈટ પર એન્ટરટેઈનમેન્ટ પ્લાન્સ સેક્શનમાં મળશે.


પ્લાનના ફાયદા
Jio નો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને પુરી વેલિડિટી દરમિયાન યુઝર્સને અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળે છે. એનો અર્થ એ છે કે તમે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ગમે તેટલા કૉલ્સ કરી શકશો. આ ઉપરાંત યુઝર્સને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. ડેટા વિશે વાત કરીએ તો યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કરી શકાય છે. આ રીતે યુઝર્સને કુલ 168 જીબી ડેટા મળે છે.


નેટફ્લિક્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન
જો તમારી પાસે 5G મોબાઇલ છે અને તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે, તો તમે પણ 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. આ પ્લાનમાં યુઝર્સને નેટફ્લિક્સ (મોબાઇલ)નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ સિવાય, આ પ્લાનમાં યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ પણ મળે છે.