Jio ના આ 3 રિચાર્જ પ્લાન પર 20% કેશબેક, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગ
રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને પોપ્યુલર પ્લાન પર 20 ટકા કેશબેક આપી રહ્યું છે. ગ્રાહકોને આ ત્રણ પ્લાન પર ખાસ ઓફર મળી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકો માટે એક મોટો ફાયદો લઈને આવ્યું છે. જીયોએ પાછલા દિવસોમાં પોતાના 3 રિચાર્જ પ્લાન પર 20 ટકા કેશબેક આપવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ જીયોના આ પ્લાન 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના છે. જીયોએ પોતાની વેબસાઇટમાં આ ત્રણેય પ્લાન્સને અલગથી 20 ટકા કેશબેકવાળી કેટેગરીમાં રાખ્યા છે. જીયોના આ રિચાર્જ પ્લાનમાં 168GB સુધી ડેટા મળે છે આવો તો જાણીએ કે આ પ્લાનમાં અન્ય ક્યા-ક્યા ફાયદા મળે છે.
Jio 249 Plan
250 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનની સાથે Reliance Jio તરફથી કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે. પ્લાનની સાથે મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો દરરોજ 2જીબી ડેટાની સાથે 28 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે ગ્રાહકોને કુલ 56 જીબી ડેટા મળશે સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. આ રિચાર્જ પેકની સાથે દરરોજ 100 એસએમએસનો પણ ફાયદો ગ્રાહકોને મળે છે.
Jio 599 Plan
600 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન સાથે પણ મુકેશ અંબાણીની કંપની 20 ટકા કેશબેક આપી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળી રહી છે. આ હિસાબે કુલ 168 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Jio નો લાંબી વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન, ₹750 રૂપિયામાં 336 દિવસ ચાલશે
Jio 555 Plan
આ Jio Prepaid Plan થી રિચાર્જ કરાવનાર યૂઝર્સને પણ 20 ટકા કેશબેક આપવામાં આવી રહ્યું છે. પ્લાનની સાથે મળનારા બેનિફિટની વાત કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા સાથે 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
અન્ય બેનિફિટ્સ
ઉપર આપેલા બધા Jio Recharge Plans ની સાથે JioCinema, JioTV સિવાય જીયો સિક્યોરિટી, જીયો ન્યૂઝ અને જીયો ક્લાઉડ જેવી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube