નવી દિલ્હીઃ Reliance Jio Recharge Plans: Corona સંક્રમણના વધતા કેસને કારણે ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે પરંતુ તેવામાં જરૂર પડે છે વધુ ડેટાની. જો તમારા ઘરે પણ Broadband નથી અને તમે મોબાઇલ ડેટાથી કામ ચલાવી રહ્યાં છો અને પ્રતિદિન મળનાર ડેટા વહેલો પૂરો થઈ જાય છે તો ચિંતા ન કરો, અમે આજે તમને મધ્યમથી ઓછી કિંમતમાં મહિનાભર ચાલનાર કમાલના Jio Data Voucher વિશે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Data Voucher: Jio 151 Plan
જીયોનું આ સસ્તુ ડેટા વાઉચર ઓછી કિંમતમાં વધુ ડેટા ઓફર કરે છે, આ રિચાર્જ પ્લાનની સાથે યૂઝર્સને 30 દિવસની વેલિડિટી સાથે 30 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ માત્ર ડેટા વાઉચર છે, તેનો મતલબ કે આ રિચાર્જ પ્લાનની સાથે તમને કોલિંગ, ફ્રી એસએમએસ કે અન્ય કોઈ સુવિધા મળશે નહીં. 


Instagram ના આ નવા feature વિશે શું તમે જાણો છો? જેનાથી યૂઝર્સને થઈ જશે મોટી રાહત


151 રૂપિયા સિવાય પણ જીયોની પાસે અન્ય ડેટા વાઉચર્સ ઉપલબ્ધ છે, જો તમારી જરૂરીયાત વધુ છે તો તમે જીયો 2021 પ્લાન જોઈ શકો છો. આ પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી મળશે પરંતુ સાથે 10 જીબી એક્સ્ટ્રા ડેટા એટલે કે 40 જીબી ડેટાનો લાભ મળશે. 


ડેટાની જરૂર છે પરંતુ ઓછી કિંમતવાળો પ્લાન ઈચ્છો છો તો રિલાયન્સ જીયોની પાસે 11 રૂપિયાથી પણ જીયો ડેટા વાઉચર્સ ઉપલબ્ધ છે, આ કિંમતમાં 1 જીબી ડેટા મળે છે, 21 રૂપિયાના વાઉચરની સાથે 2 જીબી, 51 રૂપિયાના વાઉચરની સાથે 6 જીબી અને 101 રૂપિયાના વાઉચરની સાથે 12 જીબી ડેટા મળે છે. આ ચારેય વાઉચર્સની વેલિડિટી તમારા હાલના પ્લાન બરાબર હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube