Reliance Jio: પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
Reliance Jio New Plan: રિલાયન્સ જિયો તરફથી રજૂ કરવામાં આવેલા પ્લાનમાં દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા યુઝર્સને આપવામાં આવી રહી છે. આ સાથે અનલિમિટેડ 5જી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.
Reliance Jio New Plan: જો તમે પણ રિલાયન્સ જિયોનો પ્રીપેડ નંબર વાપરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. જુલાઈ મહિનામાં દેશની દરેક ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જની કિંમતમાં વધારો કરી દીધો હતો. તે સમયે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ પણ પોતાના પ્લાનની કિંમતમાં ફેરફાર કર્યો હતો. પરંતુ થોડા સમય પહેલા કંપની પોતાના 999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનને ચુપચાપ લઈને આવી હતી. જુલાઈ મહિનામાં કંપનીએ આ પ્લાનની કિંમત વધારી 1199 રૂપિયા કરી દીધી હતી. પરંતુ નવા પ્લાનને યુઝર્સ માટે ઘણા ફાયદા સાથે લોન્ચ કર્યો છે.
પહેલા મળતી હતી 84 દિવસની વેલિડિટી
નવા પ્લાનમાં વેલિડિટીને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા આ પ્લાનની વેલિડિટી કંપની તરફથી 84 દિવસ આપવામાં આવતી હતી. પરંતુ હવે તેને 14 દિવસ વધારી 98 દિવસ કરી દેવામાં આવી છે. એટલે કે તેમાં તમને 14 દિવસની વધુ વેલિડિટી મળશે. પહેલા પ્લાનમાં કંપની દરરોજ 3જીબી ડેટા આપતી હતી. પરંતુ રી-લોન્ચ થયેલા પ્લાનમાં ડેટા 2જીબી કરી દેવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને કુલ 192GB ડેટા મળશે, જે પહેલા 252GB મળતો હતો. ભલે દરરોજ મળનાર ડેટા ઘટી ગયો હોય પરંતુ 999 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ 1 ડિસેમ્બરથી તમારા મોબાઈલમાં નહિ આવે OTP, બદલાયો નિયમ
દરરોજ 100 SMSની સુવિધા
Jio તરફથી આ પ્લાનને 'Hero 5G' પ્લાનનું નામ આપવામાં આવ્યું છે. આ નામ 349 રૂપિયાવાળા પ્લાનની સાથે પણ શેર કરવામાં આવ્યું છે, જે સૌથી ઓછી કિંમતવાળો અનલિમિટેડ 5જી પ્લાન છે. રિલાયન્સ જિયો આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. એટલે કે તમે દરરોજ 100 એસએમએસ મોકલવાની સાથે દેશભરમાં ગમે એટલા કોલ કરી શકો છો.
જિયોએ 999 રૂપિયાવાળો પ્લાન પરત લાવીને ગ્રાહકોને ફરી આકર્ષિત કર્યાં છે. આ પ્લાન તે યુઝર્સ માટે ફાયદાકારક છે જે થોડો ઓછો ડેટા વાપરે છે અને અનલિમિટેડ 5જી સર્વિસ ઈચ્છે છે.