નવી દિલ્હીઃ Reliance Jioએ ટોક ટાઇમ પ્લાનની સાથે ઓફર કરવામાં આવતા ફ્રી ડેટા બેનિફિટને બંધ કરી દીધો છે. આ રીતે જીયોના  4G ડેટા વાઉચર્સમાં હવે વોઇસ કોલિંગનો ફાયદો મળશે નહીં. 2020ની શરૂઆતમાં જીયોએ પોતાના ટોક ટાઇમ પ્લાનની સાથે 100GB સુધી ફ્રી ડેટા વાઉચર અને 4જી ડેટા વાઉચર્સની સાથે નોન-જીયો નેટવર્ક પર 1000 સુધી કોલિંગ મિનિટ્સ આપવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી જીયો અત્યાર સુધી ઓફ-નેટ કોલ પર 10 રૂપિયા ખર્ચ કરનાર યૂઝર્સોને 1 જીબી ડેટા ઓફર કરતી હતી. એટલે કે 1 હજાર રૂપિયાના ટોક ટાઇમ પ્લાનની સાથે 100 જીબી ડેટા ફ્રી આપવામાં આવતો હતો. હવે કંપનીએ જ્યારે દરેક નેટવર્ક પર વોઇસ કોલિંગ ફ્રી કરી દીધું છે તો જીયો ડેટા વાઉચરને બંધ કરવા યોગ્ય છે. 


2020ના અંતમાં જીયોએ જાહેરાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીમાં ઝીરો IUC સિસ્ટમ લાગૂ થયા બાદ જીયો ગ્રાહક દરેક નેટવર્ક પર ફ્રી વોઇસ કોલ કરી શકશે. મહત્વનું છે કે ઓફ-નેટ કોલ માટે જીયોએ પોતાના ટોક ટાઇમ પ્લાનની સાથે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલવાનો શરૂ કર્યો હતો. તે માટે આ પ્લાનમાં યૂઝર્સોને વધારાનો ડેટા ઓફર કરવામાં આવતો હતો. 


આ પણ વાંચોઃ WhatsApp પરનો અગત્યનો મેસેજ Delete થઈ ગયો છે? તો ફિકર નોટ, આ Trickથી ફરી વાંચી શકાશે Delete મેસેજ


જીયોની પાસે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા અને 1  હજાર રૂપિયા સુધીના ટોક ટાઇમ પ્લાન છે. તેમાં 100 જીબી સુધી ફ્રી ડેટા મળે છે. પરંતુ હવે આ પ્લાન માત્ર ફ્રી ટોક ટાઇમની સાથે આવે છે. 1000 રૂપિયા વાળા જીયો ટોપ-અપ પ્લાનમાં હવે 844.46 રૂપિયાનો ટોક ટાઇમ મળે છે. 


4જી ડેટા વાઉચરમાં નહીં મળે કોલિંગની સુવિધા
કંપનીએ 11 રૂપિયા, 21 રૂપિયા, 51 રૂપિયા અને 401 રૂપિયા વાળા જીયો 4જી ડેટા વાઉચર્સને રિવાઇઝ કરી દીધા છે. 11 રૂપિયા વાળા 4G ડેટા વાઉચરમાં અત્યાર સુધી નોન-જીયો નેટવર્ક પર 75 મિનિટ જ્યારે 101 રૂપિયા વાળા પેકમાં 1 હજાર મિનિટ્સ મળતી હતી. જીયોએ વોઇસ કોલિંગ સિવાય આ ડેટા વાઉચર્સમાં ડબલ ડેટા બેનિફિટ પણ આપવાનું શરૂ કર્યું હતું. પહેલા 11 રૂપિયા વાળા 4G ડેટા વાઉચર 400MB ડેટા બેનિફિટની સાથે આવતું હતું પરંતુ હવે તેમાં  800MB ડેટા મળે છે. 


જીયોના ગ્રાહકોને મળી મોટી ભેટ


ધ્યાન આપવા જેવી વાત છે કે જીયોએ પોતાના 4જી ડેટા વાઉચર્સના ડેટા બેનિફિટમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ નોન-જીયો કોલિંગ બેનિફિટ હટાવી દીધું છે. એટલે કે હવે આ 4જી ડેટા વાઉચર્સની સાથે કોઈપ્રકારના વોઇસ કોલિંગનો લાભ મળતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube