નવી દિલ્હીઃ Reliance Jio એ અત્યાર સુધીનું સૌથી મોટું 5G રોલઆઉટ કર્યું છે. જિયોએ એક સાથે 11 શહેરોમાં 5G નેટવર્ક લોન્ચ કરી જિયો યૂઝર્સને નવા વર્ષની ભેટ આપી છે. તેવામાં જિયો યૂઝર્સ નવા વર્ષ પર હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધાની ફ્રી મજા માણી શકશે. Jio True 5G નેટવર્ક સાથે જોડાયેલા આ નવા 11 શહેરોના જિયો યૂઝર્સને Jio Welcome offer માટે ઇનવાઇટ કરવામાં આવશે. આ ઓફરમાં જિયો યૂઝર્સને ફ્રીમાં 1 Gbps ની સ્પીડ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગની સુવિધા આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શહેરોમાં રોલઆઉટ થયું Jio True 5G
લખનઉ
ત્રિવેન્દ્રમ
મૈસૂર
નાસિક
ઔરંગાબાદ
ચંડીગઢ
મોહાલી
પંચકુલા


આ પણ વાંચોઃ આ છે VI-JIO-Airtel ના સૌથી બેસ્ટ પ્લાન, ડેટા, કોલિંગની સાથે મળશે લાંબી વેલિડિટી


આ શહેરોમાં મળશે ઓફર
આ પહેલા જિયોએ મોહાલી, પંચકુરા, જીરકપુર, ખરડ અને ડેરાબસ્સી, ત્રિવેન્દ્રમ, મૈસૂર, નાસિક, ઔરંગાબાદ, ચંદીગઢમાં સૌથી પહેલા 5જી સર્વિસ લોન્ચ કરી હતી. આ વિસ્તારમાં 5G સર્વિસ લોન્ચ કરનાર પહેલું અને એકમાત્ર ઓપરેટર બની ગયું છે. 


કઈ રીતે ઉઠાવશો JIO 5G સર્વિસની મજા
યૂઝર્સે 5જી સર્વિસ માટે તમારી પાસે 5G ફોન હોવો જોઈએ. પરંતુ નવા સિમની જરૂર પડશે નહીં. બસ તમારો ફોન 5G નેટવર્ક એરિયામાં રહેવો જરૂરી છે. જિયો 5જી વેલકમ ઓફર (Jio 5G Welcome Offer) માં અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરવામાં આવે છે. તેમાં તમને 1gbpsની રોકેટ જેવી સ્પીડ મળે છે. જેનાથી યૂઝર્સને 2થી 4 સેકેન્ડમાં 2GB ની મૂવીને ડાઉનલોડ કરી શકશે. જિયોની 5જી વેલકમ ઓફર ઇન્વિટેશન બેસ્ડ હશે. એટલે કે બધા માટે હશે નહીં. તે માટે જિયો તરફથી ઇનવાઇટ જારી કરવામાં આવશે. 


આ પણ વાંચો- Beware: Vodafone-idea 5G સેવા શરૂ! મેસેજ આવે તો રહેજો સાવધાન નહીં તો...


કઈ રીતે મળશે જિયો વેલકમ ઓફર ઇનવાઇટ
Jio વેલકમ ઓફર ઇનવાઇટ (Welcome Offer invite) ને જિયોની ઓફિશિયલ એપ MyJio App પર લાઇવ કરવામાં આવશે. જો તમે જિયો 5જી નેટવર્ક એરિયામાં રહો છો અને તમારી પાસે 5જી સ્માર્ટફોન હાજર છે, તો તમને MyJio એપ પર ઇનવાઇટ જારી કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube