Jio AI-Cloud Welcome Offer: રિલાયંસ Jioએ એક નવી સર્વિસ શરૂ કરી છે, જેમાં યૂઝર્સને 100GB ક્લાઉડ સ્ટોરેજ મળશે. તેની સાથે યૂઝર્સને અમુક નવા AI ફીચર્સનો પણ ઉપયોગ કરવાનો મોકો મળશે. આ જાહેરાત ત્રણ મહિના પહેલા કરવામાં આવી હતી, જ્યારે મુકેશ અંબાણીએ રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક મીટિંગમાં Jio AI Clous વેલકમ ઓફર વિશે જણાવ્યું હતું. આવો જાણીએ Jio AI-Cloud Welcome Offer વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો


અમુક લોકોની પાસે પહોંચ્યો મેસેજ
ટેલીકોમટોકના રિપોર્ટ મુજબ, Jio એ અમુક લોકોને SMS મોકલીને જણાવ્યું છે કે તેમણે એક નવી ઓફર મળી છે. આ ઓફર હેઠળ JioCloud માં 100GBનો ફ્રી સ્ટોરેજ મળશે. તેના સિવાય યૂઝર્સ AI મેમોરીજ, AI સ્કેનર અને DigiLocker જેવા નવા ફીચર્સનો પણ ઉપયોગ કરી શકશે Jio એ આ નવી ઓફર અમુક લોકોને પહેલાથી જ આપવાનું શરૂ કરી દીધું છે.


ધડામ કરતા ઘટ્યા iPhone 15ના ભાવ, આ ફોન પર મળી રહ્યું છે છપ્પનફાડ ડિસ્કાઉન્ટ


અમુક જ લોકોને મળી સુવિધા
અમુક લોકોએ જોયું હશે કે JioCloud માં તેમની પાસે 100GBથી વધારે સ્ટોરેજ થઈ ગયો છે. તેનો મતલબ છે કે Jio અમુક લોકોને 100GBથી વધારે ફ્રી સ્ટોરેજ આપી રહ્યું છે. આ લોકોને અમુક નવા AI ફીચર્સનો પણ ઉપયોગ કરવાનો મોકો મળશે. જોકે, આ સુવિધા અત્યારે માત્ર અમુક સિલેક્ટર્સ યૂઝર્સને મળી રહી છે. 


વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!


AGM માં થઈ હતી જાહેરાત
AGM દરમિયાન મુકેશ અંબાણીએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, Jioના યૂઝર્સને 100GBનો પ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. આ સ્ટોરેજમાં યૂઝર્સ પોતાના ફોટા, વીડિયો અને બીજો ડેટાને સુરક્ષિત કરી શકે છે. તેના સિવાય Jio સસ્તા ભાવે વધુ સ્ટોરેજ પણ આપશે. આ નવી સર્વિસને દિવાળીની આસપાસ શરૂ કરવામાં આવશે. આ સર્વિસથી અત્યારે લોકો સરળતાથી ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરી શકશે.