નવી દિલ્હીઃ NETFLIX જોવાનું પસંદ છે? જો હાં, પરંતુ તમારે તેનું રિચાર્જ કરાવવું નથી તો આજે અમે તમને જિયોના કમાલના પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. જિયોનો આ પ્લાન નેટફ્લિક્સ બેનિફિટ્સની સાથે આવે છે. એટલે રિચાર્જ પણ થઈ જશે અને ફ્રીમાં નેટફ્લિક્સ પણ મળી જશે. આ પ્લાનની કિંમત 1099 રૂપિયા છે. આ પ્લાનમાં ક્યા-ક્યા બેનિફિટ્સ મળશે, આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો ફ્રી નેટફ્લિક્સ પ્લાન
કંપનીના આ પ્લાનમાં નેટફ્લિક્સ (મોબાઇલ) નું એક્સેસ મળશે. તેની વેલિડિટી પ્લાનની વેલિડિટી જેટલી હશે. 


અનલિમિડેટ કોલિંગ અને SMS:
આ પ્લાનમાં યૂઝર્સને દરેક નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે. SMS બેનિફિટની વાત કરીએ તો તેમાં દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ Facebook Messenger યૂઝર્સ માટે મોટા સમાચાર, આ દિવસથી બંધ થઈ જશે એપ્લીકેશન


ડેટા અને વેલિડિટી
1099 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 168 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરરોજ બે જીબી હાઈ સ્પીડ ડેટા ખતમ થયા બાદ ડેટા સ્પીડ 64kbps રહી જશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. 


OTT નું એક્સેસ
નેટફ્લિક્સ સિવાય આ પ્લાનમાં JioTV, JioCinema અને JioCloud નું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ પ્લાનમાં તમને ઘણા બેનિફિટ્સ મળી રહ્યાં છે. તેવામાં આ પ્લાન પૈસા વસૂલ સાબિત થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube