Jio ગ્રાહકોને મોજઃ દરરોજ ₹4 ખર્ચમાં 336 દિવસની વેલિડિટી, Unlimited 5G અને ફ્રી કોલિંગ
Reliance Jio ગ્રાહકો માટે સારા સમાચાર છે. કંપની લગભગ 4 રૂપિયા દરરોજના ખર્ચમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે તે પણ 336દિવસ માટે. અમે જિયોના 1559 રૂપિયાના પ્લાનની વાત કરી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે સારા સમાચાર છે. કંપની લગભગ દરરોજ 4 રૂપિયાના ખર્ચમાં ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે, તે પણ 336 દિવસ માટે. ઘણા લોકોને લગભગ જિયોના આ પ્લાન વિશે ખબર હશે નહીં. જિયોના આ પ્રીપેડ પ્લાનમાં 336 દિવસ સુધીની વેલિડિટી મળે છે. જો તમે પણ લાંબી વેલિડિટી સાથે સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો જિયોનો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. ચાલો આ પ્લાન વિશે તમને વિગતવાર જણાવીએ.
દરરોજ 4 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી
હકીકતમાં અમે જિયોના 1559 રૂપિયાના પ્રીપેડ પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ. આ પ્લાનમાં ગ્રાહકોને 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે કિંમત અને વેલિડિટી પ્રમાણે જોવામાં આવે તો પ્લાનમાં દરરોજ 4 રૂપિયાનો ખર્ચ આવશે. લાંબી વેલિડિટી સિવાય આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને કુલ 3600 એસએમએસ પણ મળે છે. એટલું જ નહીં પ્લાનમાં 24 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ તમે 64 kbps ની સ્પીડથી ઈન્ટરનેટ યૂઝ કરી શકો છો. પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે. પરંતુ સારી વાત છે કે ગ્રાહક કંપનીના અનલિમિટેડ ટ્રૂ 5જી ડેટા માટે એલિજિબલ હશે, એટલે કે એલિજિબલ સબ્સક્રાઇબર અનલિમિટેડ 5જી ડેટાનો આનંદ લઈ શકશે.
આ પણ વાંચોઃ FB પાસવર્ડથી લઈને બેંક ખાતાની વિગતો સુધી બધું રેકોર્ડ કરે છે AI ડિવાઈસ
જિયોની જેમ એરટેલ પાસે પણ છે આવો પ્લાન
હકીકતમાં એરટેલની પાસે 1799 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ, કુલ 3600 એસએમએસ અને 24 જીબી ડેટા સામેલ છે. પ્લાનમાં એડિશનલ બેનિફિટ્સ તરીકે એપોલો 24/7 સર્કલ, ફ્રી હેલોટ્યૂન્સ અને ફ્રી વિંક મ્યૂઝિક સામેલ છે. પરંતુ ધ્યાન આપવા જેવી વાત છે કે આ પ્લાન એરટેલના અનલિમિટેડ 5જી ડેટા માટે એલિજિબલ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube