Jio નો શાનદાર પ્લાન, 49 રૂપિયામાં Unlimited ડેટા, Online વીડિયો જોતા યૂઝર્સને મોજ

જો તમે દરરોજ વધુ ડેટાનો વપરાશ કરો છો તો તમારા માટે જિયો તરફથી એક ખાસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જે તમારા એક્ટિવ રિચાર્જ પ્લાનની સાથે કામ કરશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ડેટાની સાથે 25 જીબી ફિક્સ્ડ ડેટા આપવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ એક નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ ડેટા પ્લાન પ્રીપેડ સબ્સક્રાઇબર્સ માટે છે. આ ડેટા પ્લાન તે લોકો માટે ફાયદાકારક છે, જે ઓનલાઈન વીડિયો જુએ છે કે વધુ ડેટાનો વપરાસ કરે છે. આવા યૂઝર્સ માટે જિયો 49 રૂપિયામાં 25 જીબી ડેટા પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનની સીધી ટક્કર એરટેલના 49 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન સાથે કરવામાં આવી છે. આ ડેટા પ્લાનને ટી20 ક્રિકેટ વિશ્વકપ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો.
જિયોનો 49 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
આ પ્લાનમાં જિયો યૂઝર્સને 25 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ ડેટા પ્લાનની વેલિડિટી એક દિવસની છે. ડેટા પ્લાન પ્રમાણે તેનો ઉપયોગ યૂઝર્સની પાસે એક એક્ટિવ પ્લાન હોવો જોઈએ. આ પ્લાન અનલિમિટેડ ડેટા પ્લાન સાથે આવે છે. 25 જીબી ડેટા પૂરો થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps રહી જાય છે. આ પ્લાન જિયો પ્રીપેડ યૂઝર્સ માટે દેશભરમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બજેટની વ્યવસ્થા કરી લો, ટૂંક સમયમાં લોન્ચ થશે 3 શાનદાર સેડાન કાર, જાણો વિગત
એરટેલનો જોરદાર પ્લાન
નોંધનીય છે કે એરટેલ તરફથી પણ 49 રૂપિયામાં ડેટા પ્લાન ઓફર કરવામાં આવે છે. પરંતુ એરટેલના પ્લાનમાં 20 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે, જે જિયોના પ્લાનથી 5જીબી ઓછો છે.
જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન
જિયો તરફથી ટી20 ક્રિકેટ વિશ્વકપ માટે ઘણા પ્લાન રજૂ કરવામાં આવે છે. તેમાં એક પ્લાન 749 રૂપિયાનો આવે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે કંપની એડિશનલ 20 જીબી ડેટા આપી રહી છે.