Jio લાવ્યું પૈસા વસૂલ Plan! ઓછી કિંમતમાં 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ઈન્ટરનેટ, સાથે મળશે અન્ય બેનિફિટ્સ
આ પ્લાનની કિંમત 719 રૂપિયા છે, જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનનો ઉપયોગ કરી જિયો યૂઝર્સ પોતાની દરેક જરૂરીયાત પૂરી કરી શકે છે. આવો આ પ્લાન વિશે જાણીએ.
નવી દિલ્હીઃ જિયોએ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનનો મહિનાનો ખર્ચ માત્ર 240 રૂપિયા છે, જે અત્યંત સુવિધાનજક છે. આ રિચાર્જ પ્લાનમાં જિયો યૂઝર્સને અનલિમિટેડ ડેટા અને કોલિંગનો લાભ મળશે. આ પ્લાનની કિંમત 719 રૂપિયા છે, જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનનો ઉપયોગ કરી યૂઝર્સ પોતાની દરેક જરૂરીયાત પૂરી કરી શકે છે. આવો આ પ્લાન વિશે જાણીએ.
Jio Rs 719 Plan Details
આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા ઉપયોગ કરવાની સુવિધા મળે છે, એટલે કે કુલ 168 જીબી ડેટા આપવામાં આવે છે. યૂઝર્સ અસીમિત 5જી ડેટાનો ઉપયોગ કરી શકે છે. અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આ પ્લાનમાં આપવામાં આવશે, જેની વેલિડિટી 84 દિવસની હશે.
સાથે યૂઝર્સને દરરોજ 100 એસએમએસની સુવિધા મળશે. આ સિવાય પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉન્ડ જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પ્રદાન કરવામાં આવશે. આ પ્લાનની મહિનાની કિંમત 240 રૂપિયા હશે.
આ પણ વાંચોઃ Galaxy M14 5G: સેમસંગનો સસ્તો 5G ફોન થયો લોન્ચ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર
Jio Rs 299 Plan Details
28 દિવસની વેલિડિટીવાળા 299 રૂપિયાના પ્લાનમાં કુલ 56 જીબી ડેટા આપવામાં આવે છે, જેમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે, આ સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જો તમે પણ નવો પ્લાન લેવાનું વિચારી રહ્યાં છો તો 719 રૂપિયાવાળો પ્લાન ફા યદાકારક છે, કારણ કે આ પ્લાનમાં મહિનાનો ખર્ચ 240 રૂપિયા છે અને સમાન સુવિધાઓ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube