Jio ના સૌથી સસ્તા પ્લાન, દરરોજ 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો
રિલાયન્સ જિયો પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જિયો પાસે ઓછી વેલિડિટીથી લઈને એક વર્ષ સુધીની વેલિડિટીવાળા પ્લાન છે. આજે આપણે જિયોના 200 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન વિશે વાત કરીશું.
Reliance Jio: રિલાયન્સ જિયો પોતાના સસ્તા પ્લાન અને સર્વિસ માટે જાણીતું છે. અહીં તમને જિયોના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં દરરોજ 1જીબી ડેટા મળશે. જિયોનો આ પ્લાન માત્ર 149 રૂપિયાનો છે. જિયોના 149 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી એસએમએસ જેવી દરેક સર્વિસ મળે છે. આવો જાણીએ આ પ્લાનની ડિટેલ અને ફાયદા.
રિલાયન્સ જિયોનો 149 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 149 રૂપિયાનો પ્લાન જિયોનો સસ્તો પ્લાન છે. જિયોના 149 રૂપિયાવાળા પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 1જીબી ડેટા મળશે. તો કંપની દરરોજ 100 ફ્રી એસએમએસનો લાભ પણ આપી રહી છે. જિયોના 149 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 20 દિવસ છે. એટલે કે આ પ્લાનમાં કુલ 20જીબી ડેટા મળશે. આ પ્લાન તમે ઓનલાઈન કે જિયો એપથી ખરીદી શકો છો.
આ પણ વાંચોઃ શું કોઈ કરી રહ્યું છે તમારા વોટ્સઅપની જાસુસી? આ રીતે ચેક કરીને સિક્યોર કરો વોટ્સએપ
જિયોનો 179 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના સસ્તા પ્લાનની ગણના 179 રૂપિયાનો પ્લાન પણ આવે છે. 179 પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. તેમાં તમને 1જીબી ડેટા દરરોજ મલે છે. 100 એસએમએસની સર્વિસ ફ્રી મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે. આ પ્લાન તેના માટે બેસ્ટ છે, જેને ડેટાની ઓછી જરૂર પડે છે.
જિયોનો 199 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 200 રૂપિયાથી ઓછી કિંમતનો એક પ્લાન 199 રૂપિયાનો છે. 199 રૂપિયાવાળા પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. 1.5 જીબી ડેટા દરરોજ મળે છે. 100 એસએમએસનો લાભ પણ યૂઝર્સને મળે છે. આ પ્લાનમાં 23 દિવસની વેલિડિટી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube