SAMSUNG સાથે મળીને Jio લાવી રહ્યું છે આ સર્વિસ, ખરેખર બદલાઇ જશે તમારી દુનિયા
ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) ગ્રાહકોને નવી ખુશખબરી આપવાની તૈયારી કરી રહ્યું છે. જિયોનું લક્ષ્ય આ વર્ષે દિવાળી સુધી દેશના 99 ટકા ગ્રાહકોને સેવા પુરી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. કંપનીના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કંપનીએ વિસ્તારની યોજના હેઠળ સેમસંગની સાથે મળીને `ઇન્ટરનેટ-ઓફ-થિંગ્સ` (IoT) સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ યોજનાને શરૂ કરતાં ઉપભોક્તા તથા ઉદ્યોગોને ફાયદો મળશે.
બાર્સિલોના/નવી દિલ્હી: ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) ગ્રાહકોને નવી ખુશખબરી આપવાની તૈયારી કરી રહ્યું છે. જિયોનું લક્ષ્ય આ વર્ષે દિવાળી સુધી દેશના 99 ટકા ગ્રાહકોને સેવા પુરી પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. કંપનીના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કંપનીએ વિસ્તારની યોજના હેઠળ સેમસંગની સાથે મળીને 'ઇન્ટરનેટ-ઓફ-થિંગ્સ' (IoT) સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ યોજનાને શરૂ કરતાં ઉપભોક્તા તથા ઉદ્યોગોને ફાયદો મળશે.
અત્યારે કંપનીના 16 કરોડ યૂઝર
રિલાયન્સ જિયો ઇંફોકોમના અધ્યક્ષ જ્યોતિંદ્ર ઠાકેરે કહ્યું 'અમે દર મહિને આઠ થી 10 હજાર ટાવર લગાવી રહ્યાં છે.' તેમણે કહ્યું કે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધી કંપની 99 ટકા વસ્તીને સેવા ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ થઇ જશે. અત્યારે કંપની પાસે ચૂકવણી કરનાર 16 કરોડ ગ્રાહકો છે. જિયોના વાઇસ પ્રેસિડન્ટ (ટેક્નોલોજી) તારીક અમીને કહ્યું કે અમે ગત વર્ષે 170 દિવસોમાં 10 કરોડ ગ્રાહકોની જોડવાની વાત કરી જે અનપેક્ષિત હતા.
અત્યાર સુધીનું સૌથી મોટું કામ કર્યું
તારીક અમીને કહ્યું કે લોકોએ નિ:શુલ્ક ગ્રાહકોને ચૂકવણી કરનાર ગ્રાહકોમાં બદલવાની અમારી ક્ષમતા પર શંકા હતી. અમે ના ફક્ત આ કરી બતાવ્યું પરંતુ ઇતિહાસમાં આ પ્રકારનું મોટું કામ કર્યું. અમારી પાસે ઓપરેટિંગ શરૂ થયાના 16 મહિનામાં 16 કરોડ ગ્રાહકો છે. આઇઓટીની શરૂઆતમાં લાગનાર સમય વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તેના માટે કંપનીએ પુરી પારિસ્થિતિક તૈયારી કરવાની જરૂરિયાત છે.
સમગ્ર દેશમાં શરૂ થશે સર્વિસ
અમીને કહ્યું કે એક-એક શહેરમાં શરૂ કરવાના બદલે તેને સમગ્ર દેશમાં શરૂ કરવા માંગીએ છીએ. અમે નેટવર્ક તૈયાર થવાની રાહ નથી જોઇ રહ્યા પરંતુ અમે આઇઓટી મંચના પરિપક્વ થવાની રાહ જોઇ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે જિયોનું નેટવર્ક 2જીને પણ પાછળ છોડી દેશે. અને દરેક ગામ અને દરેક વ્યક્તિને જોડવા માંગીએ છીએ. જિયોના નેટવર્કને 4G માંથી 5G માં સ્વિચ કરવા અંગે પૂછવામાં આવતાં અમીને કહ્યું કે આ સોફ્ટવેર અપગ્રેડ કરી કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આ ભવિષ્યને ધ્યાનમાં રાખી નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.
જિયો અને સીઓએઆઇની જંગ
બીજી તરફ રિલાયન્સ જિયો અને દૂરસંચાર એસોસિએશન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડીયા (COAI) વચ્ચે જંગ વધુ તેજ બની ગઇ છે. જિયોએ કહ્યું કે સીઓએઆઇનું તાજેતરનું નિવેદન અમારા માટે છે. જિયો સીઓએઆઇની સભ્ય છે. સીઓએઆઇને આ અઠવાડિયે લખેલા બીજા કડક શબ્દોવાળા પત્રમાં જિયોએ કહ્યું કે 'આરજેઆઇએલ તે દાવાઓનું દ્વઢતાપૂર્વક ખંડન કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રેસ નિવેદન કોઇ એક ઓપરેટર વિરૂદ્ધ ન હતું.
તમને જણાવી દઇએ કે સીઓએઆઇના મહાનિર્દેશક રાજન મૈથ્યૂએ જિયો પાસે માફી માંગવાની મનાઇ કરી દીધી છે. મૈથ્યૂએ કહ્યું કે 'જિયો પાસે માફી માંગવાનો કોઇ સવાલ નથી કારણ કે આમ કરવાનું કોઇ કારણ નથી. તેમણે કહ્યું કે સીઓએઆઇના મતભેદ ટ્રાઇના આદેશથી છે, ના કે કોઇ વિશિષ્ટ ઓપરેટર સાથે.
શું છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્કિંગને કહેવામાં આવે છે. આમાં તમારા ઉપયોગના બધા ગેજેટ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટ થાય છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં તમારું એક ડિવાઇસ તમારા ઘરમાં હાજર અન્ય ડિવાઇસને કમાંડ આપે છે. આ પ્રકારે એક ડિવાઇસને ઇન્ટરનેટની સથે લિંક કરી બાકી ડિવાઇસ સાથે તમારી ઇચ્છા અનુસાર કોઇપણ કામ કરી શકો છો.