Jio Plan: રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સ માટે એક નવો અને સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ નવા પ્લાનની કિંમત માત્ર 198 રૂપિયા છે, જે જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટાની સાથે અન્ય સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે અને તેમાં દરરોજ 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

198 રૂપિયાવાળા પ્લાનના ફાયદા
198 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને દરરોજ 2જીબી ડેટા મળશે, જે 14 દિવસ સુધી વેલિડ રહેશે. આ સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય જિયો ટીવી, જિયોસિનેમા અને જિયોક્લાઉડ જેવી સેવાઓનું સબ્સક્રિપ્શન આ પ્લાનમાં મળી રહ્યું છે. આ પ્લાન તે યુઝર્સ માટે ઉપયોગી છે જે ઓછી કિંમતમાં 5જી ઈન્ટરનેટની મજા લેવા ઈચ્છે છે. 


આ પણ વાંચોઃ Android ફોન યુઝર્સ માટે Google લાવ્યું છે 5 શાનદાર ફીચર્સ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


198 રૂપિયાના આ પ્લાનમાં એક દિવસનો ખર્ચ આશરે 14 રૂપિયા બરાબર આવે છે. જો કોઈ યુઝર મહિના માટે આ પ્લાનનું બે વખત રિચાર્જ કરાવે છે તો ખર્ચ 396 રૂપિયા થશે. તો જિયોનો વધુ એક પ્લાન 349 રૂપિયાનો છે, જેમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. તેમાં દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવ છે. આ તુલનામાં 198 રૂપિયાનો પ્લાન એક મહિનામાં બે વખત રિચાર્જ કરાવવા પર 249 રૂપિયાના પ્લાનના મુકાબલે 47 રૂપિયા મોંઘો પડે છે. 


રિચાર્જ પ્લેટફોર્મ અને એક્સ્ટ્રા ચાર્જ
198 રૂપિયાનો નવો પ્લાન માય જિયો એપની સાથે ગૂગલ પે, પેટીએમ, ફોનપે અને અન્ય રિચાર્જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક પ્લેટફોર્મ પર રિચાર્જ કરાવવા પર 1થી 3 રૂપિયાનો એક્સ્ટ્રા સર્વિસ ચાર્જ આપવો પડી શકે છે, જ્યારે માય જિયો એપ પર કોઈ ચાર્જ લાગશે નહીં.