નવી દિલ્હી: રિલાયન્સ જિયોની GigaFiber બ્રોડબેન્ડ સર્વિસ માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે. જિયો GigaFiber દ્વારા કંપની બ્રોડબેન્ડ સેવાની સાથે સાથે DTH કનેક્શન પણ આપશે. જેમાં યૂઝર્સને સ્માર્ટ હોમની સુવિધા મળશે. તેને જિયો GigaTV નામ આપવામાં આવ્યું છે. જો કે હાલ આ એક સેટટોપ બોક્સની જેમ જ રહેશે. રજિસ્ટ્રેશન શરૂ થતા પહેલા એ જાણવું જરૂરી છે કે GigaTVમાં તમને કયા કયા ફાયદા મળશે. આ સાથે જ તેના માટે બુકિંગ કેવી રીતે કરાવવું. અત્રે જણાવવાનું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી AGMમાં મુકેશ અંબાણીએ 'જિયો ગિગા ફાઈબર'ની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TVમાં મળશે વોઈસ કમાન્ડ
GigaFiber સર્વિસ એક ફાઈબર ટુ ધ હોમ (FTTH) બ્રોડબેન્ડ સેવા હશે. જિયો ગિગા ફાઈબર બ્રોડબેન્ડની સાથે એક સેટટોપ બોક્સમાં આવશે. તેનાથી ટીવી સાથે કનેક્ટ કરીને તેને વોઈસ કમાન્ડ દ્વારા ઓપરેટ કરી શકાશે. વોઈસ કમાન્ડ દ્વારા યૂઝર્સ ટીવી ચેનલને પણ બદલી શકશે. ખાસ વાત તો એ છે કે ટીવીમાં જ ઈન્ટરનેટની પણ સુવિધા હશે. જેનાથી ટીવી દ્વારા કોલિંગ ફિચરનો પણ ફાયદો ઉઠાવી શકાશે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે દેશના 1100 શહેરોમાં એક સાથે લોન્ચ કરવામાં આવશે. 


600 HD ચેનલની સુવિધા
જિયો GigaTV કોઈ અલગ ટીવી નથી. GigaTVનો અર્થ ડિજિટલ ટીવી સાથે છે. તેના પર 600 એચડી ચેનલ જોઈ શકાશે. તેનો આનંદ રિલાયન્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર સેટટોપ બોક્સને ટીવી સાથે જોડીને ઉઠાવી શકાશે. આ સેટટોપ બોક્સ જિયો ગિગા ફાઈબર એટલે કે એફટીટીએચ બ્રોડબેન્ડ સેવાથી લેસ હશે. 



ડિજિટલ શોપિંગથી લઈને વીડિયો કોન્ફરન્સિંગ
રિલાયન્સ જિયોના જણાવ્યાં મુજબ GigaFiberની શરૂઆતથી મોટા સ્ક્રીન ટીવી પર અલ્ટ્રા હાઈ ડેફિનેશન એન્ટરટેઈનમેન્ટની સુવિધા મળશે. લિવિંગ રૂમથી મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ થઈ શકશે. આ સાથે જ વોઈસ એક્ટિવ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ગેમિંગ, ડિજિટલ શોપિંગનો પણ આનંદ લઈ શકાશે.


સ્માર્ટ કેમેરાથી મળશે સુરક્ષા
Giga TVથી ઘરમાં વોલટુવોલ વાઈફાઈ કવરેજ મળશે. દરેક ઉપકરણ, પ્લગ પોઈન્ટ, સ્વિચ સ્માર્ટ બની જશે. 24 કલાક સુરક્ષા નિગરાણી અને અલર્ટ કરનારા Jio કેમેરાથી પણ કનેક્ટ થઈ શકશો.


અનેક ભાષાઓમાં કરશે કરશે
સેટ ટોપ બોક્સમાં એક જ જગ્યાએ બધી ચેનલોની સુવિધા રહેશે. જિયો GigaFiberની સુવિધાવાળા આ સેટટોપ બોક્સમાં વોઈસ કમાન્ડ પણ હશે. આ વોઈસ કમાન્ડ અલગ અલગ ભાષાઓમાં કામ કરશે. 


ક્યાંથી થશે શરૂઆત
મુકેશ અંબાણીએ કહ્યું કે શરૂઆતમાં દેશના 1100 શહેરોમાં જિયો બ્રોડબેન્ડની સુવિધાની શરૂઆત થશે. આ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 ઓગસ્ટના રોજ શરૂ થશે. જે શહેરમાંથી વધુ રજિસ્ટ્રેશન થશે, ત્યાં તેની સુવિધા પહેલા શરૂ કરવામાં આવશે.


ભારતમાં ટીવી જોવાની રીત બદલાશે
મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું હતું કે ભારતમાં હવે ટીવી જોવાની રીત બદલાશે. તેમણે કહ્યું કે જિયો બ્રોડબેન્ડ દ્વારા દેશમાં સૌથી સસ્તા દરે બ્રોડબેન્ડની સુવિધા આપવામાં આવશે. RILનું લક્ષ્ય છે કે ફિક્સ્ડ લાઈન બ્રોડબેન્ડમાં કંપની જલદી ટોપ 5માં સામેલ થશે. 


કેવી રીતે કરશો બુકિંગ
માય જિયો એપ કે પછી જિયોની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જિયો GigaFiber માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. GigaFibaerની સાથે જ Giga TV સેટટોપ બોક્સ પણ મળશે. 15 ઓગસ્ટથી આ માટે રજિસ્ટ્રેશન ચાલુ થશે. સૌથી વધુ રજિસ્ટ્રેશન જે શહેરમાંથી થશે ત્યાં તેને લોન્ચ કરવામાં આવશે. સર્વિસ એક્ટિવેટ થયા બાદ જિયો સર્વિસ એન્જિનિયર ઘરે આવીને કનેક્શન ઈન્સ્ટોલ કરશે. 


GigaTVમાં મળશે આ 10 મોટા ફાયદા


1. ટીવીમાં ઈન્ટરનેટની સુવિધા
2. વોઈસ કમાન્ડ ઓપરેશન્સ
3. વોઈસ એક્ટિવ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ
4. 600 HD ચેનલની સુવિધા
5. ડિજિટલ શોપિંગ
6. મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ
7. વર્ચ્યુઅલ રિયાલિટી ગેમિંગ
8. વોલ ટુ વોલ વાઈફાઈ
9. 24 કલાક સુરક્ષા માટે Jio કેમેરા
10. અલગ અલગ ભાષામાં વોઈસ કમાન્ડ સર્વિસ


નોંધ: 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન ફક્ત માય જિયો એપ અને જિયોની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે.