નવી દિલ્હી: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી સત્તાવાર રીતે એક સુપર એપને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ દુનિયાના સૌથી મોટા ઓનલાઇન-ટૂ-ઓફલાઇન ઇ-કોમર્સ એપ હશે. એવું માનવામાં આવે છે કે આ એપ પર 100થી વધુ સર્વિસેઝ મળશે. તો બીજી તરફ તેના આવવાથી અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટને આંચકો લાગી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Flipkart હવે રિલાયન્સ આપશે સીધી ટક્કર, લોકલ સ્ટોર્સની મદદથી વેચશે ઓફલાઇન સામાન


એક પ્લેટફોર્મ પર બધી સુવિધાઓ
આ વિશે ઇંડસ્ટ્રી ઇંટેલીજેંસ ગ્રુપ (IIG)ના હેડ પ્રભુ રામે જણાવ્યું કે માર્કેટમાં જિયોના ડિવાઇસીઝ લગભગ બધી જગ્યાએ ઉપલબ્ધ છે. જેના લીધે રિલાયન્સ પાવરફૂલ પોઝિશન પર છે. એવામાં કંપની પોતાના યૂજર્સના ઇકોસિસ્ટમને એક મલ્ટી-લેયર્ડ ફેબ્રિકથી કનેક્ટ કરી શકે છે. સાથે જ વન સ્ટોપ સુપર એપ દ્વારા ઘણી સર્વિસીઝ ઓફર કરવાની સાથે ઓનલાઇન-ટૂ-ઓફલાઇન કનેક્ટ થઇ શકે છે. ભારત એક મોબાઇલ ફર્સ્ટ નેશન છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર એક સેલ્ફ-કન્ટેન્ડ ગ્રાહકોને ખૂબ પસંદ આવશે. રિલાયન્સ જિયોની સુપર એપ એક જ જગ્યા પર ઇ-કોમર્સ, ઓનલાઇન બુકિંગ અને પેમેંટ્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. 


સુપર એપથી વધશે રિલાયન્સનો દબદબો
રિલાયન્સ જિયો ભારતમાં હાલ 30 કરોડથી વધુ સબ્સક્રાઇબર્સને સર્વિસીઝ ઉપલબ્ધ કરાવી રહી છે. તેના ડેટા અને વોઇસ ટ્રાફિકમાં સતત ગ્રોથ થઇ રહ્યો છે. એક્સપર્ટસનું કહેવું છે કે આવા સમયમાં સુપર એપ લોન્ચ કરવાથી રિલાયન્સ ભારતનું વીચેટ (WeChat) બનાવવાના મામલે દબદબાવાળી પોઝિશનમાં આવી જશે. જ્યાં સ્નૈપડીલ, પેટીએમ, ફ્રીચાર્જ, ફ્લિપકાર્ટ અને હાઇક નિષ્ફળ થઇ ચૂક્યા છે. 

Hero એ લોન્ચ કરી 3 નવી બાઇક, ફીચર્સ જાણીને લલચાઇ જશે તમારું મન


84 અરબ ડોલર સુધી પહોંચી જશે ઇ-કોમર્સ માર્કેટ
પ્રભુ રામે કહ્યું કે જિયો ડિવાઇસેઝ નેટવર્કની સાથે આ બધી વસ્તુઓ રિલાયન્સને ભારતનું વીચેટ બનાવવાના મામલે દબદબાવાળી પોજીશનમાં લાવે છે. ભારતના ઝડપથી વધતા જતા ઇ-કોમર્સ માર્કેટ સુધી 2021 સુધી 84 અરબ સુધી પહોંચવાની આશા છે જોકે 2017માં 24 અરબ ડોલરના સ્તર પર છે. આ વાત ડેલોયટ ઇન્ડીયા અને રીટેલ એસોસિએશન ઓફ ઇન્ડીયાની સંયુક્ત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. 

Xiaomi એ લોન્ચ કરી હવે ઇલેટ્રિક સાઇકલ, ફૂલ ચાર્જમાં દોડશે 120 KM, આટલી છે કિંમત


મુકેશ અંબાણીના અનુસાર નવા કોમર્સ પ્લેટફોર્મ દેશભરમાં લગભગ 3 કરોડ મર્ચેંટ્સની જીંદગી બદલી દેશે. રિલાયન્સ જિયોની પાસે હવે કોંવર્સેશનલ આર્ટિફિશિયલ ઇંટેલીજેંસ (AI) લેયર, એક વર્નાકુલર વોઇસ ટેક લેયર, એક લોજિસ્ટિક્સ લેયર સાથે AI આધારિત એજ્યુકેશન લેયર છે.