નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને બેસ્ટ પ્રીપેટ પ્લાન ઓફર આપવા માટે જાણીતું છે. કંપની ઘણા એવા પ્લાન ઓફર કરે છે, જેમાં ઓછી કિંમતમાં વધુ ડેલી ડેટા અને ફ્રી કોલિંગની સુવિધા મળે છે. પ્રીપેડ પ્લાનના મામલામાં યૂઝર્સે ઘણીવાર સારા પ્લાનની પસંદગી કરવામાં ભૂલ કરે છે. તેવામાં અમે તમને એક એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમે એક રૂપિયો વધારે ખર્ચ કરી વેલિડિટીને 28 દિવસ વધારી શકો છો. આવો જાણીએ ડીટેલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જીયોનો 598 રૂપિયાવાળો પ્લાન
જીયોના આ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા પ્રમાણે કુલ 112 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. દરરોજ 100 ફ્રી એસએમએસ આપનાર આ પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ સિવાય કંપની પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. 


આ પણ વાંચોઃ SAMSUNG એ લોન્ચ કર્યા 2 શાનદાર ટેબલેટ, મળશે ફુલ HD સ્ક્રિન અને હાઈ કેપેસિટી બેટરી


રિલાયન્સ જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન
જીયોના આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળશે. પ્લાનમાં કંપની દરરોજ 2 જીબીના હિસાબે કુલ 168 જીબી ડેટા આપી રહી છે. દરરોજ 100 ફ્રી એસએમએસ અને ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. પ્લાનમાં મળનાર વધારાના લાભની વાત કરીએ તો તમને જીયો ટીવી અને જીયો સિનેમા જેવી અનેક એપનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


બન્ને પ્લાનમાં ક્યો છે બેસ્ટ?
જે રીતે તમે જોયું કે જીયોના 598 રૂપિયાવાળા પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. જો તમે માત્ર એક રૂપિયો વધારે ખર્ચ કરો તો તમને 599 રૂપિયાવાળો પ્લાન મળી જશે. આ પ્લાનમાં કંપની 84 દિવસની વેલિડિટી આપી રહી છે. બન્ને પ્લાનના પોતાના ફાયદા અને નુકસાન પણ છે. 598 રૂપિયાવાળા પ્લાનમાં તમને વેલિડિટી ઓછી મળે છે, પરંતુ કંપની તેમાં ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીનું સબ્સક્રિપ્શન આપી રહી છે. તો 599 રૂપિયાવાળા પ્લાનમાં તમને વેલિડિટી વધુ મળશે પરંતુ ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube