નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ નેટવર્ક પ્રોવાઇડર કંપની રિલાયન્સ જીયો (Reliance Jio)  ભારતમાં ગ્રાહકોને એકથી એક સસ્તા પ્લાન ઉપલબ્ધ કરાવે છે. અહીં અમે તમને માર્કેટમાં રહેલા જીયોના ટોપ 5 અનલિમિટેડ ડેટા વાળા પ્રીપેડ પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ. અહીં તમને પ્લાનના ફાયદા અને કિંમત વિશે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીયોનો 149 રૂપિયાવાળો પ્લાન
જીયોનો આ પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દરરોજ 1 જીબી ડેટા ઓફર કરે છે. પ્લાનના સબ્સક્રાઇબરને દરરોજ 100 એસએમેસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગનો પણ ફાયદો મળે છે. જીયોના આ પ્લાનમાં યૂઝર્સને જીયો ટીવી, જીયો સિનેમા સિવાય જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


જીયોનો 199 રૂપિયાવાળો પ્લાન
28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. ઇન્ટરનેટ યૂઝર માટે આ પ્લાનમાં કંપની દરરોજ 1.5 જીબીના હિસાબથી કુલ 42 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 


આ પણ વાંચોઃ WhatsApp યૂઝર્સ ખાસ ધ્યાન આપે: 15 મે સુધી ન કર્યું આ કામ તો બંધ થઈ જશે તમારૂ એકાઉન્ટ


જીયોનો 249 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં કંપની દરરોજ 2 જીબી હિસાબથી કુલ 56 જીબી ડેટા ઓફર કરી રહી છે. 28 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસનો ફાયદો મળે છે. પ્લાનના સબ્સક્રાઇબરને કંપની જીયો એપ્સ જેમ કે જીયો સિનેમા અને જીયો ટીવીનું ફ્રી એક્સેસ આપે છે. 


Jio નો 249 રૂપિયાવાયલો પ્રીપેડ પ્લાનઃ
જીયોના 249 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે, ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને  64 Kbps રહી જાય છે. તેની વેલિડિટી 28 દિવસ છે. આ હિસાબી ગ્રાહકને કુલ 56 જીબી ડેટા મળે છે. 


તેમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય  JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


Jio નો 349 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન
જીયોના 349 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. આ ડેટા લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. એટલે કે ગ્રાહકને કુલ 84 જીબી ડેટા મળે છે. 


તેમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય  JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નું ફ્રી એક્સેસ મળે છે. 


આ પણ વાંચોઃ પ્લેનમાં બહાર તરફથી 9 અલગ પ્રકારની લાઈટ્સ કેમ હોય છે? જાણીને તમે પણ કહેશો અરે આવું હોય છે!


જીયોનો 401 રૂપિયાવાળો પ્લાન
ડીયોના 401 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3 જીબી ડેટા મળે છે અને સાથે 6 જીબી વધારાનો ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે એટલે કે ગ્રાહકને કુલ 90 જીબી ડેટા મળે છે. 


વોઇસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. SMS ની વાત કરીએ તો દરરોજ 100 એસએમએસ મળે છે. વધારાના ફાયદામાં  Disney+ Hotstar, JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud નું એક્સેસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube