ફોનમાંથી ચાઈનીઝ એપને ઝડપથી કરે છે દૂર, ભારતમાં ઘણી ડાઉનલોડ થઈ છે આ એપ
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) બાદ લદ્દાખમાં બોર્ડર વિવાદ (India-China Dispute)ને લઇને ચીન સામે સેન્ટિમેન્ટ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં ચીની એપ્સ અને પ્રોડક્ટ્સને લોકો બોયકોટ કરવાનું શરૂ કર્યું છે. આ વચ્ચે ભારતમાં ચીની એપ્સને હટાવવા માટે એક એપ લોન્ચ થઈ છે. જે લોકોની વચ્ચે ઘણી પોપ્યુલર થઈ રહી છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) બાદ લદ્દાખમાં બોર્ડર વિવાદ (India-China Dispute)ને લઇને ચીન સામે સેન્ટિમેન્ટ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં ચીની એપ્સ અને પ્રોડક્ટ્સને લોકો બોયકોટ કરવાનું શરૂ કર્યું છે. આ વચ્ચે ભારતમાં ચીની એપ્સને હટાવવા માટે એક એપ લોન્ચ થઈ છે. જે લોકોની વચ્ચે ઘણી પોપ્યુલર થઈ રહી છે.
આ પણ વાંચો:- માઇક્રોસોફ્ટએ પત્રકારોને નોકરીમાંથી કર્યા છૂટા, હવે 'રોબોટ' કરશે કામ
ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ આ એપનું નામ Remove China Apps છે. 17 મેના લોન્ચ થયેલી આ એપની પોપ્યુલેરિટી એટલી બધી છે કે, આ સમયે આ ટોપ ફ્રિ એપ્સના લિસ્ટમાં સામેલ છે. Rempve China App થોડા જ દિવસોમાં 1 મિલિયન એટલે કે 10 લાખ યૂઝર્સ થઈ ગયા છે.
આ પણ વાંચો:- ટ્રિપલ કેમેરાની સાથે લોન્ચ થયો Gionee K6, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
Remove China Apps હાલ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. એપની સાઈઝ 3.5 MB છે. તેનો યૂઝર ઇન્ટરફેસ ઘણું સરળ છે. યૂઝરને એપ ડાઉનલોડ કર્યા બાદ સ્કેનના બટન પર ક્લિક કરવાની હોય છે. ત્યારબાદ આ એપ ડિટેક્ટ કર્યા બાદ તમને જણાવશે કે તમારા મોબાઈલમાં કઈ કઈ એપ ચાઈનીઝ એપ છે. તમારી પરમિશન મળ્યા બાદ આ એપ ચાઈનીઝ એપ્સને ડિલીટ કરી દે છે.
આ પણ વાંચો:- હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી
Remove China Appsને ગૂગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધીમાં 4.8 યૂઝર્સ રેટિંગ મળ્યા છે. આ એપના આઇકોનમાં એક ડ્રેગન જોવા મળી રહ્યો છે. જેની પાછળ બે ઝાડુ ક્રોસ દેખાઈ રહ્યાં છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર યૂઝર્સે મોટાભાગે પોઝિટિવ રેટિંગ્સ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube