નવી દિલ્હી: ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા બોર્ડર તણાવની વચ્ચે ગૂગલે એક મોટો આંચકો આપ્યો છે. ચીનની ભારતમાં ચાલી રહેલી વિવિધ એપ્લિકેશનની સામે તૈયાર એક મોબાઈલ એપને ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. જણાવી દઇએ કે, ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)માંથી રિમૂવ ચાઈના એપ્લિકેશન (Remove Chine Apps)ને ટૂક સમયમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આરોગ્ય સેતુ: 13 દિવસમાં 5 કરોડ નવા યૂઝર્સ, 120 મિલિયનથી વધારે ડાઉનલોડ્સ


પ્રાપ્ત જાણકારી અનુસાર રિમૂવ ચાઈના એપ 2 જૂન સુધી ગૂગલ પ્લે સ્ટોરમાં હતી. પરંતુ આજે સવારથી આ એપ હવે પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. બોર્ડર વિવાદ વધવાથી ભારતના વિવિધ સોશિયલ મીડિયા પર ચાઈનીઝ એપને હટાવવાની અપીલ કરવામાં આવી રહી હતી.


આ પણ વાંચો:- ફોનમાંથી ચાઈનીઝ એપને ઝડપથી કરે છે દૂર, ભારતમાં ઘણી ડાઉનલોડ થઈ છે આ એપ


લોકપ્રિય થઈ રહી હતી આ એપ
આ એપ દેશમાં ભારત-ચીન બોર્ડર પર વધતા તણાવ અને ચીનના વુહાનથી ફેલાયેલી કોવિડ-19ની મહામારીના કારણે જનજીવનને થઈ રહેલા નુકસાનથી વધી રહેલી ચીન વિરોધી ભાવનાઓની વચ્ચે લોકપ્રિય થઈ રહી હતી. રિમૂવ ચાઈનીઝ એપ (Remove Chine Apps)ને ટૂક સમયમાં 50 લાખથી વધારે વધત ડાઉનલોડ કરવામાં આવી છે.


આ પણ વાંચો:- માઇક્રોસોફ્ટએ પત્રકારોને નોકરીમાંથી કર્યા છૂટા, હવે 'રોબોટ' કરશે કામ


ગત મહિનાની 17 તારીખે જાહેર કરવામાં આવેલી રિમૂવ ચાઈના એપ દ્વારા ટિક ટોક (TikTok), યૂસી બ્રાઉઝર (UC Browser) જેવી કથિત એપને ડિલીટ કરી શકાય છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 1.89 લાખ રિવ્યૂ અને 4.9 સ્ટાર મળ્યા છે.


આ પણ વાંચો:- ટ્રિપલ કેમેરાની સાથે લોન્ચ થયો Gionee K6, જાણો કિંમત અને સ્પેસિફિકેશન


એપને બનાવનાર 'વન ટચ એપ લેબ્સ'નો દાવો છે કે, તેને શૈક્ષિક ઉદેશ્ય માટે બનાવવામાં આવી છે. જેથી કોઈ એપને બનાવનાર દેશની જાણકારી મેળવી શકાય. કંપનીની વેબસાઈટ અનુસાર તે જયપુરમાં સ્થિત છે. ડેવલપર્સ દ્વારા આ એપનો વ્યાવસાયિક ઉદેશ્યો માટે ઉપયોગ કરવાનો ઈરાદા ન હતો. (ભાષા: ઇનપુટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube