નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટોર પર લાખોની સંખ્યામાં એપ્સ  હાજર છે, પરંતુ તેમાંથી ઘણી એપ્સનો ઉપયોગ ખતરનાક હોય છે. તેવામાં ગૂગલ સમય-સમય પર એવી એપ્સની ઓળખ કરી તેને રિમૂવ કરે છે. હકીકતમાં ગૂગલે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને ગૂગલ પ્લે પ્રોટેક્સ નામ આપવામાં આવ્યું છે. તે હેઠળ 12 ખતરનાક એપ્સની ઓળખ કરવામાં આવી છે. તેમાં 6 એપ્સની ગૂગલ પ્લે સ્ટોર પર ઓળખ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક જાણકારીની થઈ શકે છે ચોરી
BleepingComputer ના રિપોર્ટ પ્રમાણે સાઇબર સિકયોરિટી કંપની ESET ના રિસર્ચરે 12 એપ્સની ઓળખ કરી છે, જેમાં રિમોટ એક્સેસ ટ્રોઝનની ઓળખ કરવામાં આવી છે. તેને vauraSPY નામ આપવામાં આવ્યું છે. આ એપનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. આ એપ્સ યૂઝર્સના કોન્ટેક્ટ, મેસેજ, ફાઇલ, ડિવાઇસ લોકેશનનું એક્સેસ હાસિલ કરી લે છે.


આ પણ વાંચોઃ દરરોજ 2GB ડેટાની સાથે 12 OTT સબ્સક્રિપ્શન, જિયોનો સૌથી બેસ્ટ પ્લાન


આ એપ્સનો ઉપયોગ કરવાનું ટાળો
Rafaqat
Privee Talk
MeetMe
Lets's Chat
Quick Chat
Chit Chat
Hello Chat
YahooTalk
TiTalk
Nidus
Glowchat
WaveChat


આમ તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્સને હટાવી દેવામાં આવી છે. તેવામાં તમને સલાહ આપવામાં આવે છે કે જો તમારા ફોનમાં આ એપ્સ હોય તો તેને તત્કાલ હટાવી દો.