નવી દિલ્હી: જેમ જેમ દુનિયા ડિજિટલાઈઝ થઈ રહી છે. તેમ તેમ ઓનલાઈન ફ્રોડના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. તેના કારણે દુનિયામાં ચિંતા વધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા ફોનમાંથી તરત દૂર કરો આ એપ
ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઘણી એવી એપ (Mobile App) અપલોડ થઈ રહી છે. જે યુઝર્સનો ડેટા અને પૈસા બંને ચોરી કરવામાં લાગી છે. ગુગલે થોડા સમય પહેલા યુઝર્સની સાથે છેતરપિંડીની ફરિયાદ બાદ 8 મોબાઈલ એપ્સ સામે કાર્યવાહી કરતા તેને ગુગલ પ્લે સ્ટોરમાંથી હટાવી હતી. હવે ફરી એકવાર ગુગલે આ પ્રકારના એક્શન લેતા એક ખતરનાક એપન પોતાના ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. સાથે જ યુઝર્સને પણ તેમના ફોનમાંથી તરત રિમૂવ કરવા માટે કહ્યું છે.


આ પણ વાંચો:- Air Strike જેવા મિશન માટે ભારતમાં સ્ટ્રાઈકર બનાવશે ઈઝરાયલી કંપની, ઈન્ડિયન આર્મી કરશે આતંકીઓનો સફાયો


ગુગલે પ્લે સ્ટોરમાંથી રિમૂવ કરી
તમને જણાવી દઇએ કે, સિક્યોરિટી ફર્મ Trend Micro એ ક્રિપ્ટોકરેન્સી માઈનિંગ કરી રહેલી એપ્સ પર સ્ટડી કરી હતી. તેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કેટલીક એપ ક્રિપ્ટોકરેન્સી માઇનિંગના નામ પર યુઝર્સની સાથે છેતરપિંડી કરી રહી છે. તેમના રિપોર્ટ બાદ ગુગલે કેટલીક એપ્સને તેમના ગુગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે.


આ પણ વાંચો:- Live શોમાં નેહા ભસીને તેની અન્ડરવેર... આ ગંદી હરકત જોઈ બધા ચોંકી ઉઠ્યા


આ રીતે તેની જાળમાં ફસાઈ જતા હતા
જે એપ્સને ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) માંથી હટાવવામાં આવી છે. તેમનામાં Ethereum (ETH)- Pool Mining Cloud એપ પણ સામેલ હતી. આ એપ રેવેન્યુ આપવાના નામ પર યઝર્સને જાહેરાત દેખાળતા હતા. તેમા માઈનિંગ ક્ષમતાને વધારવા માટે યુઝર્સને આ એપ્લિકેશનમાં ખરીદી કરવા માટે કહેવામાં આવતું હતું.


આ પણ વાંચો:- Windows 10 અને Android યુઝર્સ સાવધાન! Bluetooth ના આ બગથી ખતરામાં છે તમારી ડિવાઈસ


યુઝર્સને નથી થતો કોઈ ફાયદો
આશ્ચર્યની વાત એ છે કે, આ એપ્સ ખરીદીની કિંમત 14.99 ડોલર એટલે કે, 1,095 રૂપિયાથી લઇને 13,870 રૂપિયા સુધી હોય છે. વશમાં આવીને માત્ર પૈસા ખર્ચ કરવા જતા રહે છે. જો કે, તેનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. સિક્યોરિટી ફર્મ Trend Micro એ યુઝર્સથી અપીલ કરી છે કે, નુકસાનથી બચવા માટે આ તેઓ તરત જ એપને તેમના ફોનમાંથી ડિલીટ કરી દે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube